- સત્તત ચોથા દિવસે પણ બચાવ અભિયાન શરૂ
- 600થી વધુ જવાનો બચાવ અભિયાનમાં જોડાયા
- ઘટનામાં 32 લોકોના મોત
- ગ્લેશિયર તૂટતા ઘટના બની
ચમોલી : ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી પ્રલય આવ્યો હતો , આ ઘટનામાં 32 લોકોના મોત થયા છે તો આ સાથે 197 લોકો લાપતા છે.આ ઘટનામાં 600થી વધુ સેનાના જવાન, ITBP, NDRF, SFRFના જવાન બચાવ કાર્યમાં જોડાયા છે. આ જવાનો પૂર પ્રભાવિત વિસ્તાર અને સંપર્ક વિહોણા ગામમાં ખાનપાન, દવાઇઓ અન્ય જરૂરીવસ્તુઓ પહોંચાડી રહ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે ITBP જવાનોને ટ્વિટ કરીને તેમનો આભાર માન્યો હતો.
અલકનંદા નદીમાં જળ સ્તર વધ્યો
ઉત્તરાખંડના ચમોલીમાં રવિવારે ગ્લેશિયર તૂટનાની ઘટના બની હતી. જેમાં અનેક લોકોના જીવ ગયા છે અને આ સાથે કેટલાક લોકો લાપતા છે. ગ્લેશિયર તૂટવાથી અલકનંદામાં જળસ્તર વધી ગયું હતું જેથી વિનાશ સર્જાયો હતો.
600થી વધુ જવાનો રેસ્કયૂ ઓપરેશનમાં જોડાયા