ETV BHARATને ચમોલી પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ આ ઘટના 12ઃ11 કલાકની છે. આ હેલીકૉપ્ટર ઉત્તરકાશીમાં રાહત સામગ્રી લઈ જઈ રહ્યું હતુ. તે જ સમયે દુર્ઘટના બની હતી. હાલ તો ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે. જેથી તપાસ કરી જાણી શકાય કે તેમાં બેઠેલા પાયલટ અને અન્ય સુરક્ષિત છે કે કેમ?
ઉતરાખંડમાં રાહત બચાવ કામગીરી કરી રહેલું હેલિકૉપ્ટર ક્રેશ - ઉત્તરાખંડ
દહેરાદૂનઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી આવેલી આફત બાદ રાહત-બચાવના કામમાં લાગેલું હેલીકૉપ્ટર ક્રેશ થઈ ગયાની દુર્ઘટના સામે આવી છે. મોલ્ડી ગામમાં વિજળીના તાર સાથે ટકરાતા ઘટના સામે આવી છે. આ હેલીકૉપ્ટરમાં 3 લોકો બેઠાં હતાં.
uttrakhnad
ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી કેટલાક લોકોના મૃત્યુ થયા છે. સેનાના જવાન રાહત સામગ્રી પહોંચાડી રહ્યાં છે.