તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેટલાક ભાગો પર ચીનનો પણ કબજો છે. ચીને 1963ના તથાકથિત ચીન-પાકિસ્તાન સરહદ સમજુતી પ્રમાણે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(PoK) ગેરકાયદેસર ભારતીય ક્ષેત્રો ઉપર કબજો કર્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃ઼ત કાશ્મીરમાં CPEC કોરિડોર ઉપર પણ અમે પાકિસ્તાન અને ચીન સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચીન અને પાકિસ્તાન ઇકોનોમિક-કોરિડોરનું નિર્માણ પીઓકેમાં કરી રહ્યું છે. જ્યાં 1947થી પાકિસ્તાને ગેરકાયદેસર કબજો કરેલો છે.
ભારતનો ચીનને વળતો જવાબ: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અવિભાજ્ય અંગ
નવી દિલ્હી:જમ્મુ-કાશ્મીરને 2 કેન્દ્રશાસિત રાજ્યો તરીકે બનાવવા પર ચીનના વિરોધ પર ભારતે આક્રમક રીતે પ્રતિક્રિયા આપી છે. ભારતે ગુરૂવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનું પુનર્ગઠન સંપૂર્ણ રીતે આંતરીક મામલો છે અને તે આવા મુદ્દા પર અન્ય દેશોની ટિપ્પણી ઈચ્છતું નથી. ભારતે તે પણ કહ્યું કે, ચીનનો જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેટલાક ભાગ પર ગેરકાયદેસર કબજો છે.ચીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયને અયોગ્ય કહ્યો છે. ગુરુવારે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતનો ચીનના અમુક વિસ્તારને પોતાના પ્રશાસનિક અધિકાર ક્ષેત્રમાં સામેલ કરવાનો નિર્ણય ચીનની સંપ્રભુતાને પડકાર છે. તેના પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જવાબ આપતા કહ્યું કે, ચીન ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરે. તેનાથી વિરુદ્ધ ચીને ભારતના વિસ્તાર પર કબ્જો કરી રાખ્યો છે.
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, 'ચીને 1963ના કથાકથિત ચીન-પાકિસ્તાન સરહદ સમજૂતી હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pok)ના ભારતીય ભાગ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે.' મહત્વનું છે કે ગુરૂવારથી જમ્મૂ-કાશ્મીર રાજ્ય બે કેન્દ્રશાસિત પ્રદેશો- જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના રૂપમાં વહેંચાય ગયા છે. મહત્વનું છે કે 5 ઓગસ્ટે કેન્દ્રએ આર્ટિકલ 370 હેઠળ જમ્મૂ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને સમાપ્ત કરવા અને પ્રદેશને બે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પુનર્ગઠનની જાહેરાત કરી હતી.
ચીનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ચીન આ મુદ્દા પર ભારતના સતત અને સ્પષ્ટ વલણથી સારી રીતે વાકેફ છે. તેમણે કહ્યું, 'પૂર્વવર્તી જમ્મૂ કાશ્મીર રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશો- જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના રૂપમાં પુનર્ગઠન સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે. કુમારે કહ્યું, 'અમે ચીન સહિત અન્ય દેશો પાસે તે અપેક્ષા કરતા નથી કે તે તેવા મુદ્દા પર ટિપ્પણી ન કરે જે ભારતનો આંતરીક મામલો છે, તેજ રીતે જેમ ભારત અન્ય દેશોના આંતરિક મામલા પર ટિપ્પણી કરવાથી બચે છે.'વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભાર આપીને કહ્યું કે, જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતના અભિન્ન અંગ છે અને ભારત આશા કરે છે કે અન્ય દેશ તેના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાનું સન્માન કરશે.