આવી રીતે ચૂંટણી લડતા પરિવારમાં સૌથી હાઈ પ્રોફાઈલ મુંડે પરિવાર છે. આ પરિવારમાંથી બે સભ્યો એક જ સીટ પર એકબીજાની સામ-સામે ચૂંટણી લડી રહ્યા છે. બીડ વિધાનસભામાંથી લડી રહેલા આ બંને ઉમેદવારોની ટક્કર થશે. આ સીટ દિવંગત નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગોપીનાથ મુંડેનો ગઢ છે.
તેમની દિકરી અને ગ્રામિણ વિકાસ પ્રધાન પંકજા મુંડે પરલી સીટ પરથી ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. પંકજાની સામે તેમના કાકાના દિકરા વિધાન પરિષદમાં વિપક્ષના નેતા એમએલસી ધનંજય મુંડે છે. તેઓ એનસીપીના ઉમેદવાર છે. આપને જણાવી દઈએ કે, 2014માં પંકજા ધનંજયને હરાવી ચૂક્યા છે.
બીજી સીટ બીડ જિલ્લામાં બીડ વિધાનસભા વિસ્તારમાં છે. અહીં પણ કાકા-ભત્રીજા એક બીજાની સામે ટક્કર આપી રહ્યા છે. આ સીટ પરથી જયદત્ત ક્ષીરસાગર પોતાના ભત્રીજા સંદીપ ક્ષીરસાગર વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં છે.
ગેવરાઈમાં પણ એક પંડિત પરિવાર સાથે સંબંધ ધરાવતા કાકા-ભત્રીજા એક બીજાની વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. એનસીપીએ અમરસિંહ પંડિતને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે તેમના કાકા બાદામરાવ પંડિત અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે.