ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હજારીબાગની સુંદરતાએ ગાંધીજીને કાયમ ઝકળી રાખ્યા હતા ! - ગાઢ જંગલોથી છવાયેલા અને કુદરતી સૌંદર્ય

હજારીબાગ: હજાર બગીચાઓના શહેર તરીકે ખ્યાત હજારીબાગને પ્રકૃતિએ મન મુકીને રમણીયતા બક્ષી છે. આ શહેરની સુંદરતાએ અંગ્રજોને પણ આકર્ષિત કર્યા હતા. એક બાજુ આ શહેરની સુંદરતા તો બીજી બાજુ તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે.

relation of mahatma gandhi

By

Published : Sep 20, 2019, 4:40 PM IST

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ હજારીબાગે પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. આ જ કારણે ગાંધીએ શહેરમાં આવી ઈતિહાસના પાનામાં આ શહેરને અમર કરી દીધું. ઈટીવી ભારત આજે મહાત્મા ગાંધી અને હજારીબાગ સાથે જોડાયેલા આ પાનાથી તમને વાકેફ કરાવામાં જઈ રહ્યું છે. જેને જોઈ તમને પણ થશે કે, હકીકતમાં હજારીબાગ અતિસુંદર છે.

સૌથી પહેલા 18 સપ્ટેમ્બર 1925ના રોજ મહાત્મા ગાંધી ઝારખંડના હજારીબાગમાં આવ્યા હતા. મહાત્મા ગાંધી માંડુ થઈ હજારીબાગ પહોંચ્યા હતા. આ સમયે તેમણે અહીં સંત કોલંબસ કોલેજમાં વ્લિટલે હૉલમાં ભાષણ આપ્યું હતું.

આ હૉલમાં તેમણે અશિક્ષિત, આભડછેટ, પડદાપ્રથા, વિધવા વિવાહ, હરિજન જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ગાંધીજીની આગેવાનીમાં અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જેમાં સરસ્વતી દેવી, ત્રિવેણી પ્રસાદ અને બાબૂ રામનારાયણ સિંહ મુખ્ય હતા. હજારીબાગ આઝાદીના આંદોલનમાં મહત્ત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું હતું.

હજારીબાગની સુંદરતાએ ગાંધીજીને કાયમ ઝકળી રાખ્યા હતા

ગાઢ જંગલોથી છવાયેલા અને કુદરતી સૌંદર્યના ધની આ શહેર પર શરુઆતથી જ અંગ્રેજોની મીટ મંડાયેલી હતી. આ જ શહેરમાં 18 સપ્ટેમ્બર 1925માં ગાંધીએ મટવારી મેદાનમાં સ્વતંત્રતા સેનાનીઓને સંબોધન કર્યું હતું. જેને આજે ગાંધી મેદાન તરીકે ઓળખવામાં આવે છે.

તે સમયે ગાંધીએ અંગ્રેજોની લડત સામે અવાજ તો ઊઠાવ્યો સાથે જ તેમણે સમાજમાં રહેલી કુરીતિઓ વિરુદ્ધ પણ લડત ચલાવી.

ત્યાર બાદ ગાંધીજીએ કર્જન મેદાનમાં સામાન્ય સભાને સંબોધન કરી. બાપૂ આ દરમિયાન ખ્યાતનામ સુરત બાબૂના નિવાસસ્થાને રોકાણ કરતા હતા. હજારીબાગના પ્રસિદ્ધ ઈતિહાસકાર ડૉ. વિકાસ કુમાર જણાવે છે કે, મહાત્મા ગાંધી હજારીબાગમાં આવીને લોકોને સંબોધિત કરતા અને અનેક મુદ્દા પર ચર્ચા કરતા. જેનું ઉલ્લેખ ઈતિહાસમાં આપણને જોવા મળે છે.

ગાંધીની 150મી જયંતિ પર વિનાબા ભાવે વિશ્વવિદ્યાલયમાં ચિંતન શિબિર ચાલી રહી છે. જેમાં મહાત્મા ગાંધી અને તેમના સ્વાતંત્ર સેનાનીના અનુયાયીઓ પહોંચી તેમના આદર્શો પર ચર્ચા કરે છે. તથા તેના પર અમલ કરવાની વાત પણ કરે છે.

આ તમામ લોકોનું માનવું છે કે, હજારીબાગ એટલા માટે ખાસ છે, કારણ કે, મહાત્મા ગાંધીએ અહીં લોકોને અંગ્રેજોની કાળા શાસન વિરુદ્ધ લોકોને જગાવ્યા હા. તથા સમાજમાં રહેલી કુરિતીઓને દૂર કરવાની બીડું ઉઠાવ્યું હતું.

દેશના જાણીતા સ્વતંત્ર સેના સ્વર્ગીય રામનારાયણ સિંહને મહાત્મા ગાંધી સાથે વિશેષ લગાવ હતો. આજે તેમનો પૌત્ર પ્રોફેસર પ્રમોદ સિંહ પાસે મહાત્મા ગાંધી સાથે જોડાયેલી અનેક યાદો સચવાયેલી છે. જે હજારીબાગ પ્રત્યે તેમનો લગાવ દર્શાવે છે.

મહાત્મા ગાંધી રામનાયરાયણ સિંહને અનેક વખત પત્ર લખ્યા છે, સિંહના નિધન પર ગાંધીએ તેમના પરિવારને દુ:ખ વ્યક્ત કરતો એક પત્ર પણ લખ્યો હતો. ગાંધીજીએ તેમા પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

આજે ઈટીવી ભારત આ પત્રોને આપની સામે લાવ્યું છે. આ એ વાતની ખાતરી કરી આપે છે કે, ગાંધી અને રામનારાયણ સિહના કેવા સંબંધ હતા.

મહાત્મા ગાંધીની અસ્થિઓ પણ હજારીબાગમાં લાવવામાં આવી હતી. તેમના અસ્થિને અહીંના કુમાર ટોલી વિસ્તારમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં ગાંધીના અનુયાયીઓ દ્વારા તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હાત. આજે આ જગ્યા પર ગાંધી સ્મારક બનાવ્યું છે. ગાંધી જયંતિ પર આ જગ્યાએ ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. એટલું જ નહીં કોઈ પણ આંદોલનની શરૂઆત થાય કે, લોકો હજારીબાગના આ ગાંધી સ્મારકમાં પુષ્પાંજલિ અર્પણ કરી આંદોલનની શરૂઆત કરે છે.

ABOUT THE AUTHOR

...view details