ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ તસ્વીર તમે ક્યાંકને ક્યાંક તો જોઈ હશે, પણ શું તમે આ નાના ભૂલકાને ઓળખો છો ? - સ્વામી આત્માનંદ તરીકે ખ્યાતી પામે છે

રાયપુર: મહાત્મા ગાંધીની આ તસ્વીર તમે ક્યાંકને ક્યાંક તો જોઈ જ હશે. તમારા મગજમાં એ પણ વિચાર આવ્યો હશે કે, આ તસ્વીરમાં ગાંધીની લાકડીને જે મસ્તીથી ખેંચતો જઈ રહેલું બાળક કોણ છે ? કોણ છે આ બાળક જેના પર ગાંધીજીનું આટલું વાત્સલ્ય ઊભરાતું હતું. તમારી આ જિજ્ઞાસાને સંતોષવા માટે અમે આ ખાસ અહેવાલ આપના માટે લઈને આવ્યા છીએ.

gandhi jayanti

By

Published : Sep 30, 2019, 7:46 PM IST

રાષ્ટ્રપિતાની લાકડીને પકડી ચાલી રહેલા આ બાળકનું નામ છે તુલેન્દ્ર વર્મા, જે આગળ જતાં સ્વામી આત્માનંદ તરીકે ખ્યાતી પામે છે. જેમનું છત્તીસગઢ સાથે ખાસ લગાવ રહ્યો છે. તુલેન્દ્ર વર્માનો જન્મ રાયપુરના બદબંદા ગામમાં 6 ઓક્ટોબર 1929ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ધનીરામ હતું, જે શિક્ષક હતાં. તેઓ ગાંધીજીના વિચારોથી ખાસ પ્રભાવિત હતા. આ જ કારણ હતું કે, તુલેન્દ્રને નાનપણથી ગાંધીના વિચારોમાં રુચિ પેદા થઈ. આ તસ્વીર પણ તેની સાક્ષી પુરે છે.

આ તસ્વીર તમે ક્યાંકને ક્યાંક તો જોઈ હશે, પણ શું તમે આ નાના ભૂલકાને ઓળખો છો ?

ગાંધી અને તુલેન્દ્રની ભેટ
તુલેન્દ્રના પિતા શિક્ષક હતા. તેઓ બુનિયાદી શિક્ષણ માટે વર્ધા પહોંચ્યા હતા. તેથા સેવાગ્રામમાં તેમને આવવા-જવાનું કાયમ રહેતું. સેવાગ્રામમાં જ વર્મા પરિવારને મહાત્મા ગાંધીનું સાંનિધ્ય મળ્યું . દરમિયાન અહીં આ બાળકના કર્ણપ્રિય ભજનો બાપૂને પસંદ આવ્યા અને તેઓ હંમેશા તુલેન્દ્રના ભજનો સાંભળવા ઉત્સુક રહેતા.

તુલેન્દ્ર જ્યારે નાગપુરમાં ઉચ્ચ શિક્ષા લેવા પહોચ્યા ત્યારે તેઓ થોડોક સમય રામકૃષ્ણ આશ્રમમાં પણ વિતાવ્યો હતો. અહીંથી તેમના મનમાં સ્વામી વિવેકાનંદના વિચારોનું સ્ફુરણ થયું. ત્યાંથી તેઓ સ્વામી આત્માનંદ તરીકે પણ ઓળખાવા લાગ્યા.

ABOUT THE AUTHOR

...view details