નવી દિલ્હી: દેશમાં કોરોના વાઇરસનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે, પરંતુ સારી વાત એ છે કે કોરોના વાઇરસથી સાજા થનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં દેશભરમાં 4 લાખથી વધુ લોકો કોરોના વાઇરસને માત આપી ચુક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 14856 લોકો કોરોના વાઇરસથી સ્વસ્થ્ય થયા છે અને અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 409082 લોકો સાજા થયા છે.
દેશમાં કોરોના વાઇરસથી 4 લાખથી વધુ લોકો સ્વસ્થ્ય થયા, 24 કલાકમાં 24850 નવા કેસ નોંધાયા
કોરોના વાઇરસના કારણે દેશમાં મોતોનો આંકડો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાઇરસના કારણે 613 લોકોના મોત થયા છે અને આ વાઇરસના કારણે અત્યાર સુધીમાં કુલ 19268 લોકોએ જીવ ગુમાવ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 673165 કેસ નોંધાયા છે, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં રેકોર્ડબ્રેક 24850 નવા કેસ સામે આવ્યા છે. દેશભરમાં કોરોના વાઇરસના કુલ 673165 કેસમાંથી 409082 લોકો સાજા થયા છે.
જોકે, કોરોના વાઇરસના કારણે દેશમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાઇરસના કારણે 613 લોકોના મોત થયા છે અને આ વાઇરસના કારણે દેશમાં કુલ 19268 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે દેશમાં સૌથી વધુ મોત થયા છે. મહારાષ્ટ્રમાં 8671 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે દિલ્હીમાં 3004 અને ગુજરાતમાં 1925 લોકોના મોત થયા છે.