આ અંગે પક્ષના નેતાએ જણાવ્યું કે, રાહુલ પોતાના રાજીનામાંને લઈને ઘણાં મજબૂત છે. તેઓ પક્ષના નેતાઓના આ સૂચનને પણ માની રહ્યાં નથી કે તેઓ અધ્યક્ષ રહીને પક્ષના રોજબરોજના કાર્યો માટે કોઈને કાર્યવાહક અધ્યક્ષ અથવા ઉપપ્રમુખની નિમણૂંક કરી દે.
સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની હારની સમીક્ષા માટે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાહુલે હારની નૈતિક જવાબદારી લઈને કહ્યું કે, તેઓ પોતાની જગ્યા પર પસંદ કરવામાં આવેલા નવા અધ્યક્ષ સાથે સક્રિયતા રૂપથી કામ કરશે.
આ બેઠકમાં તેમણે કહ્યું કે, ભાજપ અને તેના વૈચારિક સંરક્ષક RSS વિરૂદ્ધ વિચારધારાની લડાઈ એ ભારતની જરૂરિયાત છે. તેઓ તેના માટે તૈયાર છે. પરંતુ તેઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની નિમણૂક જેવા કામમાં વ્યસ્ત રહેવા ઈચ્છતા નથી, કેમ કે આ કામ ઘણો સમય માંગી લે છે. પક્ષનેતાએ કહ્યું, તેમણે કાર્યસમિતીની બેઠકમાં કહ્યું કે, તેઓ આ પરિસ્થિતિથી ભાગી રહ્યાં નથી.
રાજીનામું આપવાના નિર્ણય પર અડગ રહેતા તેમણે કહ્યું કે, નવા અધ્યક્ષ પરિવારમાંથી હોવો જોઈએ નહીં. તેમજ તેમણે તે નેતાઓનો ઉલ્લેખ કર્યો, જે નેહરૂ ગાંધી પરિવારના નથી અને જેમણે પક્ષનું નેતૃત્વ કર્યું હતું.
રાજીનામું આપવાના નિર્ણય પર અડગ રહેતા તેમણે કહ્યું કે, નવા અધ્યક્ષ પરિવારમાંથી હોવો જોઈએ નહીં. તેમજ તેમણે તે નેતાઓનો ઉલ્લેખ કર્યો હતો જે નેહરૂ ગાંધી પરિવારના નહીં અને પક્ષનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે રાહુલ આ નિર્ણય પર અડગ રહ્યા તો, હું બેઠકમાં શોર મચાવીને તેઓ કોઈ પણને કાર્યકારી અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ નિયુક્ત કરે છે, પરંતુ રાહુલ નથી માનતા. બેઠકમાં કેટલાક લોકોએ EVMની છેડછાડનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અન્ય લોકોએ વગર પૂરાવા કંઈ નહી કહેવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, CWCએ શનિવારે સર્વ સમ્મતિથી રાહુલ ગાંધીના રાજીનામાને નામંજૂર કર્યું હતું અને પડકારજનક સમયમાં પાર્ટીની આગેવાની કરવાની ભલામણ કરી હતી. પરંતુ રાહુલ હજુ પણ પોતાના નિર્ણય પર અડગ છે.