ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિક્કા તથા ફાટેલી નોટ લેવાની બેંક ના પાડે તો બેંક વિરુદ્ધ પગલા લેવાશે

ન્યૂઝ ડેસ્ક: સિક્કાઓ તથા ફાટેલી-તૂટેલી નોટને લઈ લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખી રિઝર્વ બેંકે આકરુ વલણ અપનાવ્યું છે. જેના માટે રિઝર્વ બેંક તરફથી આદેશ જાહેર કર્યો છે કે, કોઈ પણ બેંક સિક્કાઓ તથા ફાટેલી નોટ લેવાની પાંચ વખત ના પાડે તો તેના માટે દંડની જોગવાઈ કરી છે.

By

Published : Jul 4, 2019, 7:20 PM IST

rbi

રિઝર્વ બેંકના ચીફ જનરલ મેનેજર માનસ રંજન મહાન્તિએ કહ્યું હતું કે, સિક્કાઓ તથા ફાટેલી-તૂટેલી નોટને લઈ આદેશ જાહેર કર્યો છે. RBIએ બેંકોને કહ્યું હતું કે, ગ્રાહક સેવામાં કોઈ પણ પ્રકારની લાપરવાહી નહીં ચલાવી લઈએ. જો લાપરવાહી જોવા મળી તો એનો અર્થ એ થાય કે, બેંક પોતાની જવાબદારી યોગ્ય રીતે નીભાવતી નથી. જેને લઈ બેંક પર દંડની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેંક કાઉન્ટર પર નાની કિંમતની નોટ અથવા સિક્કા લેવા માટે મનાઈ કરી શકે નહીં. નોટનો મતલબ છે 50 રૂપિયા અથવા તેનાથી નાની નોટ. આ જવાબદારી બેંકના ક્ષેત્રિય અધિકારીની રહેશે કે, તેઓ બેંકમાં નોટ અને સિક્કાઓને લઈ ગ્રાહકોને પૂરી સેવા આપે. કોઈ પણ બેંક માત્ર એટલાથી ના પાડી શકે નહીં કે, તે ગ્રાહક તેમની બેંકનો ગ્રાહક નથી. જો કરશે તો બેંક વિરુદ્ધ એક્શન લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details