- 25 નવેમ્બરની રાત્રે 3 લોકોની હત્યા કરવામાં આવી હતી
- પોલીસે 3 આરોપીની ધરપકડ કરી
- પોલીસે CCTVની મદદથી હત્યારાઓનું પગેરૂ શોધ્યું
મધ્ય પ્રદેશ : રતલામ ટ્રિપલ મર્ડર કેસ હાલ ખૂબમાં ચર્ચામાં છે. આ કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર દિલીપ દેઓલ હજૂ પણ ફરાર છે. લૂંટ કરવાના ઇરાદા સાથે ત્રણ લોકો ઘરમાં ઘૂસી ગયા હતા અને દંપતી અને તેની પુત્રીની ગોળી મારી હત્યા કરી હતી. તેમજ ઘરમાં રાખેલા રૂપિયા 20 હજારના દાગીના લઇને ફરાર થઈ ગયા હતા. ઉલ્લખેનીય છે કે, 25 નવેમ્બરની રાત્રે રાજીવ નગરમાં રહેતા ગોવિંદા સોલંકી, તેની પત્ની શારદા અને પુત્રી દિવ્યા સોલંકીની હત્યા કરવામાં આવી હતી.
શું છે સમગ્ર ઘટના
25 નવેમ્બરની રાતે લૂંટ કરવાના બદ ઇરાદાથી રતલામના રાજીવ નગરમાં આવેલા એક મકાનમાં ત્રણ લોકોઓ ઘરમાં ઘુસ્યા હતા. જે દરમિયાન ઘરમાલિક ગોવિંદા સોલંકી, તેની પત્ની શારદા અને પુત્રી દિવ્યા સોલંકીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જે બાદ આરોપીઓ 20 હજારના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. આ કેસમાં પોલીસે CCTVની મદદથી હત્યારાઓનું પગેરૂ શોધ્યું હતું અને તેમની ધરપકડ કરી છે.