ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ - Randeep Surjewala

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના વિધાનસભા દળની બેઠક મુખ્યપ્રધાનના નિવાસસ્થાને શરૂ થઈ હતી. જે દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક પ્રેસ કોન્ફરન્સમાં તમામ ધારાસભ્યોને પક્ષને મજબૂત કરવાની વાત કરી હતી. તે સાથે ધારાસભ્યોને પક્ષની બેઠકમાં હાજર રહેવા પણ અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં કોંગ્રેસની સરકાર સ્થિર રહેવાની અને 5 વર્ષ ચાલવાની વાત કરી હતી.

રણદીપ સુરજેવાલા
રણદીપ સુરજેવાલા

By

Published : Jul 13, 2020, 3:39 PM IST

જયપુર: પક્ષની બેઠક વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને સંગઠન મહાસચિવ અજય માકન પત્રકારો સાથે વાત કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા 48 થી 72 કલાકથી સચિન પાયલોટ સાથે સતત વાતચીત કરી રહ્યા છે. તેમણે રાજસ્થાનમાં પ્રચલિત મકાનમાં વાસણો ખખડાવવાની કહેવતને ફરી દોહરાવતા કહ્યું કે, જ્યારે કુટુંબના કોઈ સભ્ય ગુસ્સે થાય છે, ત્યારે તે કુટુંબને પાડવાનું કામ નથી કરતા. પરંતુ માતાપિતા સાથે ચર્ચા કરીને તેમનું નિરાકરણ લાવે છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

હાલમાં કોંગ્રેસના અધિકારીઓ સામે ઇન્કમટેક્સની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજ સંગઠન મહાપ્રધાન અને રાજ્યસભાના સાંસદ કેસી વેણુગોપાલ અને રાજ્યના તબીબી પ્રધાન રઘુ શર્મા પણ હોટલમાં પહોંચ્યા હતા. કોંગ્રેસ અધિકારીઓની ટીમ અહીંથી સીએમઆર માટે રવાના થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details