નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના બ્લડ ક્લોટને દૂર કરવા માટે મગજની સફળ સર્જરી કરવામાં આવી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પ્રણવ મુખર્જીને આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ઑપરેશન બાદ વેન્ટીલેટર પર રખાયા - પોઝિટિવ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મગજના ઓપરેશન બાદ તબીયત લથડી હતી. જે કારણે પ્રણવ મુખર્જીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.
પ્રણવ મુખર્જી
ઉલ્લેખનીય છે કે, પ્રણવ મુખર્જીને સર્જરી પહેલા સોમવારે તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.