ઉત્તર પ્રદેશ: રામપુરમાં બસ અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લગભગ 17થી 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ઉત્તર પ્રદેશ: રામપુરમાં રોડ અકસ્માતમાં 17થી વધુ લોકો ઘાયલ - Uttar pradesh
ઉત્તર પ્રદેશના રામપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 17થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
more than 15 persons injured in road accident
આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં એક વ્યક્તિની હાલત ગંભીર છે. બાકીના ઇજાગ્રસ્તોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ ખાનગી બસ બહરાઇચથી દિલ્હી જઇ રહી હતી. ત્યારે શહજાદ નગરના હાઈવે પર ટ્રેક્ટર ટ્રોલી અને બસ વચ્ચે અકસ્માત થયો હતો.