ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનમાં રામકથા દરમિયાન પંડાલ પડવાથી 14 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

બાડમેર: જિલ્લાના જસોલ વિસ્તારમાં રવિવારે વરસાદે અફરાતફરી મચાવી દીધી હતી. જ્યાં રામકથા દરમિયાન અચાનક આવેલા વાવાઝોડાથી પંડાલ પડી ગયુ હતો. જેના કારણે 14 લોકોના મૃત્યુ થયા હતા. ઘટના બાદ બચાવ કામગીરી શરૂ કરાઇ હતી.

બાડમેરમાં રામકથામાં પંડાલ પડવાથી 12 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

By

Published : Jun 23, 2019, 6:03 PM IST

Updated : Jun 23, 2019, 9:53 PM IST

મળતી માહિતી મુજબ વાવાઝોડા અને વરસાદના કારણે પંડાલમાં વીજ કરંટ ફેલાઇ ગયો હતો. જેના કારણે 14 લોકોના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત કેટલાક લોકો ધાયલ થયા હતા.

બાડમેરમાં રામકથામાં પંડાલ પડવાથી 12 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

આ અકસ્માતના પગલે ઘાયલ લોકોને નાહટા હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા છે. જણાવી દઇએ કે જસોલ વિસ્તારમાં શ્રી રામ કથા સમયે વાવાઝોડુ આવવાથી આ દુર્ધટના સર્જાઇ હતી. આ ઘટનામાં 14 લોકોના મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે.

ઘટનાની માહિતી મળતા પોલિસ અને તંત્ર ઘટના સ્થળે હાજર છે. ઘાયલોને બાલોતરાના નાહટા હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 50થી વધુ લોકો ધાયલ થયાની આશંકા સેવાઇ રહી છે.

Last Updated : Jun 23, 2019, 9:53 PM IST

ABOUT THE AUTHOR

...view details