ન્યૂઝ ડેસ્ક: આજ રોજ સોમવારે સમગ્ર દેશ રક્ષાબંધનની ઉજવવણી કરશે. આજે શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે અને નારિયેળી પૂનમ પણ છે. જેમાં સવારના યોગાનું યોગ મુજબ 9 કલાક બાદ રાખડી બાંધવાનું શુભમુહર્ત છે, ત્યારબાદ બહેન ભાઇને રાખડી બાંધી શકે છે.
રક્ષાબંધનનું દેશમાં અનેરૂ મહત્વ રહેલું છે. જેમાં બહેન ભાઇને રક્ષા સ્વરૂપે ધાગો બાંધે છે, જે ભાઇનું રક્ષા કવચ કહેવાય છે. કહેવાય છે કે, આ રાખડીછી ભાઇની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આ ઉપરાંત રોગ અને અવગુણોથી પણ બચાવે છે.
રક્ષાબંધન કઇ રીતે ઉજવશો
પવિત્ર તહેવારના ઉજવણીના સમયે સૌ પ્રથમ રાખડીને થાળી સાથે સજાવી લો. જેમાં રાખડી અને પૂજાની થાળ પહેલા ભગવાન તરફ રાખી અને બાદમાં ભાઇના માથા પર તિલક કરી રાખડી બાંધી અને આરતી કરો, ત્યારબાદ ભાઇને મીઠાઇ ખવડાવો.
રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આપ સૌને અભિનંદન. રક્ષાબંધનનો આ પ્રસંગ આનંદ-ખુશીઓથી ભરપૂર રહે તેવી આશા. કોરોના વાઈરસના જોખમ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું અને માસ્ક પહેરવાનું ભૂલશો નહીં.
રક્ષાબંધનના દિવસે ખૂબ જ સારા નક્ષત્રોનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે. જેમાં દરેક મનોકામનાઓ પૂર્ણ થશે અને સાથે આ દિવસે આયુષ્માન દીર્ઘાયુ યોગ છે. જેમાં ભાઈ બહેન બંનેની ઉંમર વધશે.
3 ઓગસ્ટે ચંદ્રનો શ્રવણ નક્ષત્ર છે. મકર રાશિનો સ્વામી શનિ અને સૂર્ય એકમેકમાં સમસપ્તક યોગ બનાવી રહ્યાં છે. શનિ અને સૂર્ય બને ઉંમર વધારે છે. આ સંયોગ 29 વર્ષ બાદ આવ્યો છે.