ગોટબાયા રાજપક્ષેએ પહેલાં કહ્યું હતું કે, તેઓ રાજકારણી નથી અને રાજનીતિમાં પ્રવેશ લેવા અંગે તેઓ અનિશ્ચિત છે, હવે તેઓ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ છે. 16 નવેમ્બરે થયેલ ચૂંટણીમાં તેમને 52 ટકાથી વધુ વોટ મળ્યા છે. તેઓ શ્રીલંકાના સાતમાં કાર્યકારી અધ્યક્ષ અને પદ સંભાળનાર પ્રથમ નિવૃત સૈન્ય અધિકારી છે.
વિદેશ પ્રધાન સાથે ગોટાબાયાએ કરી મુલાકાત 1.6 કરોડ નોંધાયેલા મતદારોમાંથી આ ચૂંટણીમાં 83.7 ટકાનું મતદાન થયું હતું. સિંહલી(જે શ્રીલંકામાં બહુમતી છે)એ મહેસૂસ કર્યું કે, 2019 ઈસ્ટર બોમ્બ ઘડાકા બાદ દેશની સુરક્ષા દાવ પર હતી. તેમણે ગોટાબાયાને જાહેરમાં સમર્થન કર્યું. જેથી મુસ્લિમ અને તમિલ લઘુમતીને રાજપક્ષે પરિવારના સત્તામાં આવવાથી તેમના અધિકારોના દમનનો ભય લાગ્યો. માટે જ, સરકારના ઉમેદવાર સજિત પ્રેમદાસાએ ઉત્તર-પૂર્વી જિલ્લામાં 80 ટકા વોટ પ્રાપ્ત કર્યા. અહીંયા મુસ્લિમ અને તમિલ સમાજ બહુમતીમાં છે.
જો કે, સિંહલા સમુદાયના મત નિર્ણાયક રહ્યા હતા, જેમણે ગોટાબાયાને જીત અપાવી હતી. તેમણે 2005થી શરૂ થનારા એક દશકા સુધી દેશ પર શાસન કર્યું હતું. ઇસ્ટર બોમ્બ વિસ્ફોટને ધ્યાને રાખીને નાગરિકોએ ગોટાબાયાને એક પ્રભાવી નેતાના રૂપમાં જોયા હતા, જે તેમના અનુસાર રાષ્ટ્રની સુરક્ષા કરશે. જો કે, ગોટાબાયા જાણતા હતા કે, સિંહલી બહુમતે તેમને સતામાં પહોંચાડ્યા છે, પરંતુ મુસ્લિમો અને તમિલોથી રાષ્ટ્રનું પુનર્નિમાણનો એક ભાગ બનવાનો આગ્રહ રાખ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક પુનરૂદ્ધાર ચૂંટણીનું ઘોષણાપત્રનો મહત્વનો ભાગ હતો. નવા રાષ્ટ્રપતિ માટે તેમણે રસ્તા પર લાવવું એ ચેતવણી સમાન છે. રાજપક્ષે પરિવારની ચીન સાથે નિકટતા જગ જાહેર છે, તેથી ભારતને શ્રીલંકા સાથે મિત્રતા કરવામાં સાવધાની રાખવી જોઇએ.
શ્રીલંકામાં રાજપક્ષેની રાષ્ટ્રપતિ તરીકે જીત શ્રીલંકા, જેને કાવ્યના રુપમાં ભારતની અશ્રુધારા કહેવામાં આવે છે, હંમેશા સંકટો અને અસફળતાઓથી પરેશાન રહ્યું છે. તમિલ ટાઇગર્સ દ્વારા કરેલા ગૃહયુદ્ધે દેશને દશકો સુધી ખાતમો કર્યો હતો. મહિન્દ્રા રાજપક્ષે જેમણે 2010માં LTTEને ક્રુરતાથી દબાવીને બીજીવાર રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી હતી, તેમણે કેટલાય મહત્વના કામો કર્યા હતા. તેમણે પોતાની સ્થિતિને સુરક્ષિત કરવા માટે સંવૈધાનિક સંશોધનોનો આશરો લીધો હતો. તેમણે ચીનના નિવેશ માટે દરવાજા પણ ખોલ્યા હતા. તેઓ 2015ની ચૂંટણી લડ્યા હતા અને નિશ્ચિતરૂપે જીતની આશા વ્યક્ત કરી હતી, પરંતુ જનતાએ મૈત્રિપાલા સિરિસનાને સમર્થન આપ્યું હતું. જો કે, પાર્ટીએ આશ્વાસન આપ્યું હતું કે તેઓ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંધેની સાથે મળીને દેશને પ્રગતિ તરફ વધીશું, 4 વર્ષની અંદર બંને દળો અલગ-અલગ રીતે ચાલ્યા હતા.