રાજનાથ સિંહે ઉમેદવારી ભરતા પહેલા લખનઉના હનુમાન સેતૂ મંદીરમાં પૂજા કરી હતી. આપને જણાવી દઈએ કે, રાજનાથ સિંહ સાથે નામાંકનમાં રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હાજર નહોતા. કારણ કે, ચૂંટણી પંચે તેમના પર 72 કલાક સુધી ચૂંટણી પ્રચારનો પ્રતિબંધ લગાવી દીધો છે.
રોડ શૉ બાદ રાજનાથ સિંહે લખનઉ સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યુ
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની લખનઉ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે પોતાનું નામાંકન ભરશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમણે વિશાળ રોડ શૉ કર્યો હતો. ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યા બાદ રાજનાથ સિંહ રોડ શૉના માધ્યમથી ઉમેદવારી ભરવા પહોંચશે.
રાજનાથ સિંહનો રોડ શૉ
આપને જણાવી દઈએ કે, હાલમાં રાજનાથ સિંહ રોડ શૉ કરી રહ્યા છે જ્યાં તેમની સાથએ ભાજપના અનેક નેતાઓ હાજર છે.
Last Updated : Apr 16, 2019, 4:44 PM IST