ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે રાજીવ ગાંધીની 75મી જન્મજ્યંતિ, નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલી

નવી દિલ્હી: રાજીવ ગાંધીની 75 મી જન્મજયંતિ આજે દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે તમામ નેતાઓ વીર ભૂમિ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

jh

By

Published : Aug 20, 2019, 12:19 PM IST

કોંગ્રેસના નેતાઓ ગુલામ નબી આઝાદ, ભૂપિંદર સિંહ હૂડ્ડા અને અહેમદ પટેલે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની 75 મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.

આ ઉપરાંત કોંગ્રેસ ચેયરપર્સન સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ વીર ભૂમિ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કોંગ્રેસ ચેર પર્સન સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે શ્રદ્ધાંજલિ અર્પી

તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ વીર ભૂમિ જઇને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પી
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શ્રદ્ધાંજલિ આપી

20 ઑગસ્ટ 1944ના રોજ જન્મેલા રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડા પ્રધાન બન્યા હતા. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી જ્યારે તેમને અચાનક વડા પ્રધાનની ખુરશી મળી ત્યારે તે માત્ર 40 વર્ષના હતા. પાયલટની તાલીમ લઈ ચૂકેલા રાજીવ ગાંધી રાજકારણમાં જોડાવા માટે ઉત્સુક ન હતા. પરંતુ, સંજોગોએ તેમને દેશના સૌથી યુવા વડા પ્રધાન બનાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details