ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શારદા ચીટ કૌભાંડઃ રાજીવ કુમાર CBI સમક્ષ હાજર

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શારદા ચિટફંડ કૌભાંડ મામલે આખરે શુક્રવારે CBI સામે હાજર થયા હતા.

By

Published : Jun 7, 2019, 5:52 PM IST

શારદા કૌભાંડ: રાજીવ કુમાર CBI સામે થયા હાજર

વર્તમાનમાં તેને CBI દ્વારા ઘણી વખત બોલાવવામાં આવ્યા હતા. રાજીવ કુુમાર CGO કોમ્પ્લેક્ષના કેન્દ્રીય એજન્સીના કોલકાતા કાર્યાલયમાં સવારે લગભગ 10.30 કલાકે પહોંચ્યા હતા. કુમારે શરૂઆતમાં કરોડો રૂપયાના કૌભાંડની તપાસ કરી હતી. હાલમાં તે પશ્ચિમ બંગાળના CIDના એડિશનલ ડિરેક્ટર જનરલ તરીકે કાર્યરત છે.

વધુમાં જણાવી દઇએ કે, રાજીવ કુમાર પર શારદા ચિટફંડ કૌભાંડમાં સબૂતોને છુપાવવાનો આરોપ લાગ્યો છે અને તેમને પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના નજીકના ગણવામાં આવે છે. થોડા દીવસો પહેલા મમતા દીદી તેના ઘર પર CBIના દરોડા પડતાં ધરણા બેઠા હતા.

ABOUT THE AUTHOR

...view details