એમ્સના ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર તેમને લોહી સંબંધિત બિમારીઓથી પીડાઈ રહ્યા હતાં.
રાજસ્થાન ભાજપ પ્રમુખ મદનલાલ સૈનીનું દિલ્હીમાં નિધન - aiims
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાનના પ્રમુખ મદનલાલ સૈનીનું દિલ્હીની એઈમ્સમાં સોમવારે 75 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેમને ગત સપ્તાહે જ હોસ્પિટલમાં ભરતી કરાયા હતાં. સોમવારે સાત કલાકની આસપાસ તેમનું નિધન થયું છે. જેને કારણે ભાજપમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.
ians
ગત વર્ષે જ ભાજપે તેમને રાજસ્થાનના પ્રમુખ બનાવ્યા હતાં ત્યાર બાદ તુરંત જ રાજ્યમાં ચૂંટણીઓ આવી હતી.
આ દુ:ખદ ઘટના બાદ વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ તથા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સૈનીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
Last Updated : Jun 25, 2019, 7:39 AM IST