ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે આપ્યું રાજીનામુ - bsp
લખનઉ: ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર માટે પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે જવાબદારી સ્વીકારતા રાષ્ટ્રીય આગેવાનને પોતાનું રાજીનામું આપ્યું છે. રાજ બબ્બર ફતેહપુર સિકરીથી પોતે ચૂંટણી હારી ગયા છે. કોંગ્રસનું ઉત્તર પ્રદેશના ખરાબ પ્રદર્શન માટે રાહુલ ગાંધીને રાજીનામું આપી દીધું છે. તો જોવાનું છે કે, રાહુલ ગાંધી રાજીનામું સ્વીકારે છે કે નહીં.
ફાઈલ ફોટો
ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકો પર 68 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. 6 બેઠકો ગઠબંધન માટે છોડી હતી. ફક્ત સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું આપ્યું હતું, પરંતુ રાહુલ ગાંધીએ તેનો સ્વીકાર ન હતો કર્યો.