ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીની કંપનીની દાવેદારી બાદ 44 વંદે ભારત ટ્રેનના નિર્માણ માટેનું ટેન્ડર રદ્દ

44 સેમી-હાઇ સ્પીડની વંદે ભારત ટ્રેનના નિર્માણ માટેનું ટેન્ડર રદ કરાયું છે. સુધારેલા જાહેર ખરીદ ('મેક ઇન ઈન્ડિયા' ઓર્ડર) હુકમ હેઠળ એક અઠવાડિયાની અંદર નવા ટેન્ડર મંગાવવામાં આવશે. આ ટ્રેનો માટે ઇલેક્ટ્રિકલ સાધનો અને અન્ય ચીજવસ્તુઓની સપ્લાય માટેના છ દાવેદારોમાં ચાઇનીઝ સંયુક્ત સાહસ એકમાત્ર વિદેશી તરીકે સામે આવ્યું છે. વિગતવાર વાંચો...

By

Published : Aug 22, 2020, 12:43 PM IST

ટ્રેન
ટ્રેન

નવી દિલ્હી: રેલવેએ 44 સેમી-હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેનોના નિર્માણ માટેની અરજી રદ કરી દીધી છે, જે ગયા વર્ષે મંગાવેલી હતી. જેના દાવેદારોમાં ચીની સંયુક્ત સાહસ (સીઆરઆરસી-પાયોનિયર ઇલેક્ટ્રિક (ભારત) ખાનગી લિમિટેડ) એકમાત્ર વિદેશી તરીકે સામે આવી છે.

વર્ષ 2015માં ચીની કંપની સીઆરઆરસી યોંગાજી ઇલેક્ટ્રીક કંપની લિમિટેડ અને ગુરુગ્રામની પાયોનિયર ઇલેક્ટ્રીક પ્રાઇવેટ કંપની લિમિટેડના વચ્ચેનુ સંયુક્ત સાહસ હતું. આ અંગે રેલવેએ એક ટ્વીટ કરીને કહ્યું કે, 44 સેમી-હાઇ સ્પીડ ટ્રેનો (વંદે ભારત)ના બાંધકામ માટેનું ટેન્ડર રદ કરાયું છે. સુધારેલા જાહેર ખરીદ ('મેક ઇન ઈન્ડિયા' ઓર્ડર) હુકમ હેઠળ એક અઠવાડિયાની અંદર નવા ટેન્ડર મંગાવવામાં આવશે.

જો કે, રેલવે એ આવેદન રદ કરવા માટેનું કોઇ ચોક્કસ કારણ દર્શાવ્યું નથી. સૂત્રોએ કહ્યું કે, રેલવે એ સુનિશ્ચિત કરવા માંગે છે. દેશમાં જ તેનું ઉત્પાદન થાય અને રેલવેને જ્યારે જાણ થઇ કે આ આવેદનમાં જ્યારે ચીની કંપની આગળ હતી ત્યારે તેને આ આવેદનોને રદ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details