યુપીમાં વિદ્યાર્થીઓનું રેગીંગ કરતા સામૂહિક મુંડન, 7 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ - રજીસ્ટાર વિભાગ
ઇટાવા (યુપી): સૈફઇની મેડીકલ યુનિવર્સિટી ના MBBS ના પ્રથમ વર્ષના વિધાર્થીના રેંગીંગનો વીડિયો મીડિયામાં આવવાથી મેડિકલ યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઇ. આ રેંગીગના મામલાને લઇને સરકારે રિપોટ માંગી છે. કલેક્ટર જે.બી. સિંહે યુનિવર્સિટીના રજીસ્ટાર વિભાગ પાસેથી આ મામલાનો રિપોટ બે કલાકમાં આપવાનુ કહ્યું છે. કલેકટરે આ અંગે કહ્યું હતું કે, તપાસ રિપોર્ટ આવ્યા બાદ સરકારને આ ઘટનાની સમગ્ર જાણ કરવામાં આવશે.
તો બાજુ યુનિવર્સિટી પ્રશાસન તરફથી આ ઘટનાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. આ ઘટનામાં જે પીડિત વિદ્યાર્થીઓ છે તે તેમને યુનિવર્સિટી સત્તાવાળા એવું સમજાવવામાં અસમર્થ સાબિત થઈ રહ્યા છે કે જો તેમના વિરુદ્ધ આવી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવશે તો તેમનું શાખને ધક્કો પહોંચશે. પ્રશાસનનું એવો દબાવ છે કે, વિદ્યાર્થીઓ આ ઘટનામાં પીડિત છે તેઓ એવું સ્વિકારી લે કે, આ મૂંડનવાળી ઘટના તેમણે જાતે કરી છે, દબાણપૂર્વક નહીં. હવે એ વાત તો તપાસ બાદ જ જાણવા મળશે તો કે, આ ઘટનામાં સત્ય શું છે.