ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલે કહ્યું, ચૂંટણી પંચ તમામ ફરીયાદો પર નિષ્પક્ષ અને ભેદભાવ વગર કાર્યવાહી કરે - election

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને જણાવ્યું કે, ચૂંટણી પંચ આચાર સંહિતને લઈને તમામ ફરીયાદો પર નિષ્પક્ષ કાર્યવાહી કરે. તેમજ તેઓએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે આદિવાસીઓને લઈને જે નિવેદન તેમણે આપ્યું હતું તે આચાર સંહિતાનું ઉલ્લંઘન હતું. જેથી ચૂંટણી પંચે નિષ્પક્ષ કાર્યવાહી કરવી જોઈએ.

ફાઈલ ફોટો

By

Published : May 11, 2019, 12:18 PM IST

ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક નિવેદન આપ્યું હતું જેમાં તેઓએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ એક એવો કાયદો બનાવ્યો છે કે જેમાં આદિવાસીઓને ગોળી મારવાની છુટ અપાય છે. ત્યારબાદ ચૂંટણી પંચે કારણ દર્શાવવા નોટીસ ફટકારી હતી તેનો રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું હતું કે, ભારતીય વન્ય કાયદાઓને એક સરળ ભાષામાં સમજાવવા પ્રયત્ન કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, તેમનો ઈરાદો લોકોને ભડકાવવાનો ન હતો.

ત્યારબાદ તેઓએ વડાપ્રધાન મોદી અને અમિત શાહના કેટલાક નિવેદનો યાદ કરાવ્યા હતા અને કહ્યું હતું કે આ તમામ વિવાદીત નિવેદનો હતા. ચૂંટણી પંચને વધુમાં કહ્યું હતું કે, ભાજપે તેને પ્રચાર કરતા પણ રોકવાના પ્રયત્નો કર્યા હતા જેના કારણે ભાજપે તેના વિરૂધ્ધ ફરીયાદો પણ દાખલ કરી હતી કારણ કે તેઓ એક વિપક્ષ પાર્ટીના પ્રમુખ છે અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક પણ છે. તેમણે દાવો કર્યો હતો કે તેમના નિવેદનમાં આદર્શ આચાર સંહિતાનો કોઈ પણ રીતે ભંગ કરવામાં નથી આવ્યો અને તેમના પ્રહારો માત્ર ભાજપ અને મોદીની નીતિયો, કાર્યક્રમો અને કાર્યોની આલોચના સુધી જ સીમિત હતા.

મહત્વનું છે કે, 23 એપ્રીલના રોજ રાહુલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જેનું કારણ દર્શાવવા ચૂંટણી પંચ 1 મે ના નોટીસ ફટકારી હતી.

ABOUT THE AUTHOR

...view details