રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, "મોદીજી લડાઈ ખતમ થઈ ગઈ છે. તમારું કર્મ તમારી રાહ જોઈ રહ્યું છે. પોતાની જાતને પોતાની અંદર રહેલી વિચારધારાને મારા પિતા પર થોપવાથી તમે બચી નહીં શકો, સપ્રેમ."
તો સાથે સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મોદી પર ટ્વીટર પર પ્રહારો કર્યા હતાં. તેમણે લખ્યું હતું કે, શહીદોના નામ પર મત માંગી તેમની શહાદતનું અપમાન કરનારા વડાપ્રધાને કાલે પોતાની બેલગામ બૌખલાહટે એક ઈમાનદાર અને સ્વચ્છ વ્યક્તિની શહાદતનો અનાદર કર્યો છે. તેમણે દેશ માટે પોતાનું જીવન બિલદાન આપ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, અમેઠીની જનતા તમને જવાબ આપશે. જેને માટે રાજીવ ગાંધીએ પોતાનો જીવ આપી દીધો. હા, મોદીજી આ દેશ છેતરપિડીને ક્યારેય માફ કરતો નથી.