મળતી માહિતી અનુસાર, પ્રિયંકા ગાંધી અને અહેમદ પટેલે રાહુલ ગાંધીને પદ ન છોડવા માટે તૈયાર કરી લીધા છે.
મંગળવારે રાહુલ ગાંધી અને પ્રિયંકાની મુલાકાત થઇ હતી. તેમની સાથે પાર્ટી પ્રમુખ રણદીપ સુજરેવાલા પણ હાજર રહ્યા હતા. મળતી વિગતો અનુસાર રાહુલ ગાંધીએ પોતાના ઘરે દિગ્ગજ નેતાઓની બેઠક બોલાવી છે. ત્યાર બાદ કદાચ આ પરિસ્થિતનો નિકાલ કરવામાં આવી શકે છે.
રાહુલના ઘરે પ્રિયંકા અને સચિન પાયલોટ એક દિવસ પહેલા એટલે કે, સોમવારે રાહુલ ગાંધીએ કોઇ પણ નેતા સાથે મુલાકાત કરી ન હતી. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત પણ તેમને મળવા ઇચ્છતા હતા પરંતુ રાહુલ કોઇને પણ મળવા તૈયાર થયા નહી. કેસી વેણુગોપાલ રાવ સાથે મુલાકાત કરીને ગેહલોત પાછા ફરી ગયા હતા. સચિન પાઇલોટ પણ રાહુલને મળવા ઇચ્છતા હતા.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કેટલાક રાજ્યના પ્રમુખો રાજીનામુ આપી ચૂક્યા છે. પરંતુ રાહુલને લઇને કોઇ નિર્ણયના લેવાય ત્યાર સુધી પ્રમુખોના રાજીનામા પર કોઇ પણ નિર્ણય લઇ શકાશે નહી.