રાહુલે અહીં વિશાળ આદિવાસી કૃષક અધિકાર સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું કે,‘મોદીએ અનિલ અંબાણીને 45 હજાર કરોડ આપ્યાં છે, પરંતુ દેશના ખેડૂતોને સાડા 3 કરોડ રૂપિયા જ આપ્યા. મોદી દેશના ખેડૂતો માટે પ્રતિદિવસના 17 રૂપિયા આપવાની યોજના લઈને આવ્યા હતાં. બજેટ દરમિયાન તેમના પ્રધાનમંડળે ટેબલ ઠપકારતા થાકતા નહોતાં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે,‘કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર આવશે તો મિનિમન ઈન્કમની વચન આપું છું.’
સરકારે અંબાણીને આપ્યા 45 હજાર કરોડ, ખેડૂતોને માત્ર 3.5 લાખઃ રાહુલ - jagalapur
જગદલપુરઃ વિધાનસભા-2018ની ચૂંટણીમાં મોટી જીત બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત છત્તીસગઢની યાત્રા કરી રહ્યાં છે. લોકસભા 2019ની ચૂંટણી પહેલા એકવાર ફરી રાહુલ ગાંધી રાજ્યના પ્રવાસે ગયાં હતાં. જ્યાં રાહુલે કૃષક સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતાં.
રાહુલે કહ્યું કે, દેશનું પહેલુ રાજ્ય છે કે, જ્યાં સરકારે ખેડૂતોને તેમની જમીન પરત અપાવી છે. જળ, જંગલ અને જમીન પર તમારો અધિકાર છે. તમારૂ જળ, તમારી જમીન અને જંગલો પણ તમારા જ છે. કારણ કે, જંગલમાં થનાર તમામ ઉપજો પર તમારો જ અધિકાર છે. આ સાથે જ કહ્યું કે, ટાટા માટે જમીન ખરીદવાનારને પ્રભાવિત 1707 ખેડૂતોને લગભગ 4359 એકર જમીનના દસ્તાવેજો સોંપવામાં આવ્યાં છે.
જોકે આ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેશ ભઘેલ અને પ્રધાનમંડળના સદસ્યો પણ હાજર રહ્યા હતાં. આ બાદ રાહુલે કોણ્ડાગામમાં 105 કરોડ રૂપિયાના બનાવેલ મક્કા પ્રસંસ્કરણ કેન્દ્રનો શિલાન્યાસ પણ કર્યો હતો.