જયપુરમાં રાહુલ ગાંધી કાર્યકર્તા શક્તિ કેન્દ્રમાં કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપશે. આ રેલીમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોત, નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ સહિત ઘણા કેબિનેટ પ્રધાન હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, અપક્ષના 12 ધારાસભ્યો પણ આજે કોંગ્રેસનો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ છે.
રાહુલ ગાંધી આજે રાજસ્થાનના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ - ashok gehlot
જયપુર: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગેલી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે રાજસ્થાનના પ્રવાસે છે. રાહુલ ગાંધી રાજસ્થાનમાં સૂરતગઢમાં સભા કરશે. જેમા બીકાનેર અને ત્રણ લોકસભા ક્ષેત્ર શ્રીગંગાનર, બીકાનેર અને ચૂરુના કાર્યકારો સામેલ થશે. જે બાદ રાહુલ ગાંધી કોટા અને બૂંદીમાં એક રેલીને સંબોધિત કરશે.
સ્પોટ ફોટો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં મિનિમમ બેસીક ઈન્કમ યોજાનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો, દેશમાં દરેક ગરીબને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવામાં આવશે. નાગરીકોના ખાતામાં મહિને 12 હજાર અને વર્ષે 72 હજાર રૂપિયા આપવામાં આવશે. તેમણે દેશના આશરે 5 કરોડ પરિવાર અને 25 કરોડ નાગરીકોને યોજનાનો લાભ મળશે. યોજના હેઠળ અંદાજે ૩.૬૦ લાખ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવશે.