ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં, થાનાગાજી દુષ્કર્મ પીડિતા સાથે કરશે મુલાકાત

રાજસ્થાન: રાજ્યના થાનાગાજીમાં આજે રાહુલ ગાંધી દુષ્કર્મ પીડિતાને મળવા આવશે. જેની માહિતી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગિલે આપી હતી. જેને લઇને રાહુલ ગાંધી આજે અલવર પહોંચશે. જ્યાં મોદી સરકાર પર આકરા પ્રહારો કરશે અને જણાવશે કે મોદી સરકાર મહિલા વિરોધી સરકાર છે.

રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં, થાનાગાજી દુષ્કર્મ પીડિતાને મળશે

By

Published : May 16, 2019, 9:55 AM IST

જયવીરે જણાવ્યું કે, રાહુલ ગાંધી આજે રાજસ્થાનના અલવર ખાતે આવી રહ્યા છે. જ્યાં તેઓ ભાજપાને કરારો જવાબ આપશે. ત્યાર બાદ ભાજપાને પણ તેનો જવાબ આપવો પડશે. તેમણે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, મોદી સરકાર આંકડા છુપાવવામાં માહિર છે. જે આ વખતે પણ જોવા મળી રહ્યું છે. શેરગિલે જણાવ્યું કે 2011થી અત્યાર સુધી NCRBનો ડેટા આવ્યો નથી. દેશમાં જ્યાં પણ ભાજપાની સરકાર છે, ત્યાં મહિલા પર અત્યાચાર થઇ રહ્યો છે.

શેરગિલે જણાવ્યું કે, 78% મહિલાઓ સાથે ગુનામાં વધારો થયો છે, જ્યારે 83% નાના બાળકોની સાથે થનારી ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે. તેઓએ જણાવ્યું કે, આજે અલવરમાં ભાજપાની પોલ ખુલશે કે મોદી કેવી રીતે મહિલા વિરોધી છે.

ABOUT THE AUTHOR

...view details