કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારના 100 દિવસ અંગે ટ્વીટ કર્યુ અને કહ્યું કે સરકારે 100 દિવસના કાર્યકાળમાં લોકતંત્રને સતત નબળું બનાવ્યું છે. સરકારની ટીકા કરનાર મીડિયાનો અવાજ દબાવવા, નબળા નેતૃત્વ માટે, દિશા અને યોજનાઓની ખોટ, નબળી પડેલી અર્થવ્યવસ્થા માટે કેન્દ્ર સરાકરને શુભેચ્છાઓ.
મોદી સરકારને વિકાસ વગરના 100 દિવસની શુભેચ્છા, રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કર્યો કટાક્ષ - મોદી સરકાર
નવી દિલ્હીઃ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સરકારના 100 દિવસના કાર્યકાળ અંગે વ્યંગ કર્યો છે. તેમણે કહ્યું કે વિકાસ વગરના 100 દિવસ પૂર્ણ, મોદી સરકારને શુભેચ્છાઓ.
કેન્દ્રિયપ્રધાન પ્રકાશ જાવડેકરે સરકારના 100 દિવસ પર એક પુસ્તક રજૂ કર્યુ છે. જેનું શીર્ષક '100 દિન કે સાહસિક પહલ ઔર નિર્ણાયક કારવાઈ' છે. આ પુસ્તકમાં મોદી સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો વિશે વિસ્તૃત માહિતી આપી છે.
આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોદી સરકારના 100 દિવસના કાર્યકાળ અંગે કહ્યું હતુ કે આ સમય જશ્ન મનાવવાનો નથી, પરંતુ અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવવાનો છે. અલગ-અલગ ક્ષેત્રોમાં રોજગારી નષ્ટ થઈ રહી છે, ઉદ્યોગ બંધ થઈ રહ્યાં છે. સરકારે આ વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ.