રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદીને લીધા આડે હાથ
ન્યૂઝ ડેસ્ક: કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટવી્ટ કરીને PM મોદી પર પ્રહાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે અંતિમ તબક્કાનું મતદાન સમાપ્ત થયું છે. આ ચૂંટણીનું પરિણામ 23 મેના દિવસે જાહેર થશે.
ફાઇલ ફોટો
રાહુલ ગાંધીએ ટ્વીટમાં ચૂંટણી પંચ, EVM, ચૂંટણીના સમયપત્રકમાં ફેરફાર કરવા, નમો TV, મોદી આર્મી, મોદીની કેદારનાથ યાત્રા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર ભારતીયોને જાણે છે કે, ચૂંટણી પંચનું વલણ મોદી અને તેમની ગેંગ તરફનું જ છે. તેમણે વધુમાં કહ્યું કે, ચૂંટણીપંચનો ડર અને આદર હતો હવે નથી.