રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે,''રાષ્ટ્રીય અખંડતાને બનાવી રાખવા માટે જમ્મુ કાશ્મીરના એકતરફી ટૂકડા ન કરી શકાય. તેના બંધારણને પાછળ રાખીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જેલમાં નાખી ન શકાય. દેશ લોકોથી બને છે, જમીનથી નહીં. કાર્યકારી શક્તિઓનો દૂરુપયોગ આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે એક ગંભીર ખતરો સાબિત થઇ શકે છે. ''
ધારા 370 મુદ્દે રાહુલે તોડ્યુ મૌન: સરકારના નિર્ણયથી રાષ્ટ્રિય સુરક્ષાને ખતરો - કેન્દ્ર સરકાર
ન્યુઝ ડેસ્કઃ અત્યાર સુધી મૌન ધારણ કરેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આખરે જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370ને નાબુદ કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર મૌન તોડ્યું છે. રાહુલનું કહેવું છે કે કેન્દ્ર સરકારનો નિર્ણય બંધારણનું ઉલ્લંઘન છે. તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો થઇ શકે છે.
રાહુલ ગાંધી
સોમવારે રાજ્યસભામાં અને મંગળવારે લોકસભામાં અમિત શાહ દ્વારા જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા હોબાળો કરી બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. એક તરફ કોંગ્રેસ સરકારના આ નિર્ણયનો પુરજોશથી વિરોધ કરી રહી છે તો અમુક કોંગી નેતાઓ આ નિર્ણયને સમર્થન આપી રહ્યાં છે.