નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ફેસબુક નફરત અને જૂઠાણુ ફેલાવવાનું કામ કરી રહી છે. આ અંગે બધા ભારતીયોએ પ્રશ્ન કરવા જોઇએ. આ અંગે રાહુલે ટ્વીટ કરીને લખ્યું કે, 'પક્ષપાત, ખોટા સમાચાર અને નફરતથી ભરેલી વાતો આપણે મુશ્કેલીથી મેળવેલા લોકતંત્રનો વિનાશ કરવા નહીં દઇએ.'
તેમણે લખ્યું કે, '@WSJએ ખુલાસો કર્યો છે કે, ફેસબુક આ રીતના ખોટી વાતો અને નફરત ફેલાવવાનું કામ કરે છે અને તેના પર બધા ભારતીયોએ પ્રશ્ન ઉઠાવવા જોઇએ.' આ પહેલા કોંગ્રેસના રાજ્યસભા સભ્ય વેણુગોપાલે માર્ક ઝુકરબર્ગને આ મામલે પત્ર લખ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે, દરરોજ નવા ખુલાસા સત્તારુઢ ભારતીય જનતા પાર્ટી અને સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ફેસબુક વચ્ચેના સંબંધોને લઇને થઈ રહ્યાં છે.
2012-14 વચ્ચે બીજેપી ઇકોસિસ્ટમમાં ફેસબુક પર લોબિંગનો આરોપ લગાવતા ખેરે કહ્યું કે, જેમાં ફેસબુકની સાર્વજનિક નીતિની વૈશ્વિક ઉપાધ્યક્ષ, માર્ને લેવિને મંત્રી કપિલ સિબ્બલ અને વિપક્ષી પાર્ટીના નેતાઓની સાથે એક બંધ બારણે બેઠક કરી હતી, જ્યાં તેમણે ઉલ્લેખ કર્યો કે, અંખી દાસે સાંસદોને સલાહ આપી હતી કે, નિયમોના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ફરીથી ચર્ચા થવી જોઇએ. દાસે તત્કાલિન નેતા પ્રતિપક્ષ અરૂણ જેટલીને મધ્યસ્થ નિયમો વિશે જણાવતા એક પત્ર પણ લખ્યો હતો. 2012ના તે મેમોરેન્ડમમાં ગોપનીયતા કાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને સેવાનિવૃતિ જસ્ટિસ એપી શાહની અધ્યક્ષતામાં ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ ઓન પોલીસી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યાં સમિતિ સભ્યોની સાથે અંખી દાસ પણ સામેલ હતી.
ખેરાએ આગળ આોરોપ લગાવ્યો કે, આ સમયમાં આઇટી અધિનિયમના અમુક પાસાઓને ચેતવણી આપતા સુપ્રીમ કોર્ટની સાથે બેઠકમાં સક્રિય રૂપે સામેલ હતાં, જ્યાં ચાર જનહિત અરજીઓ પર સુનાવણી કરવામાં આવી રહી હતી. તેમણે 2018માં ડેટા ઉલ્લંઘન પર ચિંતાઓ હોવા છતાં ફેસબુકની સાથે ભાગીદારી રાખવા માટે ચૂંટણી આયોગના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે આગળ કહ્યું કે, જો ફેસબુકની પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી પર પ્રશ્ન ઉઠાવામાં આવે છે તો રવિશંકર પ્રસાદ ફેસબુકના બચાવમાં આગળ આવશે. કોઇ આશ્ચર્ય નથી કે, વડાપ્રધાન પોતાના સાંસદોના ફેસબુક પર ઓછામાં ઓછા 3 લાખ લાઇક્સ લાવવા માટે કહે છે, ફેસબુક બદલામાં આ સુનિશ્ચિત કરે છે કે, બીજેપી નેતાઓ દ્વારા ફેસબુકની જાહેર નીતિઓ વિરૂદ્ધ જઇને લખેલી ટિપ્પણીઓ દૂર કરવામાં ન આવે.
રવિશંકર પ્રસાદની રાજીવ ગાંધી ફાઉન્ડેશ પર આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આપેલી પ્રતિક્રિયાને લઇને ખેડાએ તેમને આ મુદ્દે ચર્ચા કરવા માટે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, અમે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ તેમણે આરએસએસના વિદેશી કનેક્શનો વિશે પારદર્શિતા સુનિશ્ચિત કરવી પડશે.