અહીં મંદિરમાં રાહુલ ગાંધીની સાથે સાથે પાર્ટી કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હતા.
જે જગ્યા પર પિતાના અસ્થિ વિસર્જન થયા હતા રાહુલ ગાંધી આજે ત્યાં પહોંચ્યા - prayer
વાયનાડ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના વાયનાડ સ્થિત થિરુનેલ્લી મંદિર આજે પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ani
વાયનાડમાં રાહુલ ગાંધીના મંદિર જતી વેળાએ કોંગ્રેસ પ્રદેશ મહાસચિવ કેસી વેણૂગોપાલે કહ્યું હતું કે, ગત વખતે પણ તેમણે અહીં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ સુરક્ષા પ્રતિબંધોને કારણે તેઓ આવી શક્યા નહોતા. આજ જગ્યા પર રાજીવ ગાંધીના અસ્થિ વિસર્જન કરાયા હતા.
મંદિરમાં પૂજારીના નિર્દેશ મુજબ રાહુલ ગાંધીએ દાદી-પિતા અને પૂવર્જો તથા પુલવામાં હુમલાના શહિદો માટે પ્રાર્થના કરી હતી.