ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફ્રાન્સમાં અંબાણીને 1182 કરોડના ટેક્સની છૂટ મળી - tax

નવી દિલ્હી: રાફેલ કરાર દિવસેને દિવસે નવા નવા રૂપ ધારણ કરી રહ્યું છે. ફ્રાન્સના એક અખબારે દાવો કર્યો છે કે, અનિલ અંબાણીની કંપનીને 1182 કરોડ રુપિયાના ટેક્સની માફી ફ્રાન્સમાં આપવામાં આવી છે. આ ખબર આવ્યા બાદ કોંગ્રેસને ફરી એક વાર મોદી સરકારને ઘેરવાનો મોકો મળી ગયો છે.જો કે, અનિલ અંબાણીએ આ સમગ્ર મામલે ખંડન કરી દીધું છે.

અનિલ અંબાણી

By

Published : Apr 14, 2019, 1:19 PM IST

અંબાણીના જણાવ્યા અનુસાર કંપની સંબધિત તમામ ટેક્સ વિવાદ નિયમો મુજબ ઉકેલવામાં આવ્યા છે. આ સુવિધા ફ્રાન્સમાં રજીસ્ટર્ડ કોઈ પણ કંપનીને મળે છે. આમા પક્ષપાત શોધવો ઠીક નથી. આરકોમે સમગ્ર પ્રક્રિયામાં કોઈ જ અનિયમિતતા રાખી નથી.

રક્ષા મંત્રાલયે આ આરોપોને ધરમૂળમાંથી કાઢી નાખ્યો છે. મંત્રાલયે કહ્યું હતું કે, રાફેલ ડીલ અને ટેક્સ બંને અલગ અલગ બાબત છે. બંનેને એક સાથે જોવું યોગ્ય નથી. આવું કરવું ધ્યાન ભટકાવવા બરોબરા છે. મંત્રાલયે કહ્યું હતું કે, ન તો ટેક્સમાં સમય અને છૂટમાં વર્તમાન સરકારનો કોઈ હાથ નથી.

જ્યારે આ રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે કોંગ્રેસનું કહેવું છે કે, આ મોદી કૃપા છે.

અખબારના જણાવ્યા પ્રમાણે 14.37 કરોડ યૂરો(1182) કરોડ રુપિયાનો ટેક્સ માફી આપી છે. અખબારે દાવો કર્યો હતો કે, રિલાયંસ ફ્લેગ અટલાંટિક ફ્રાન્સે 14.37 કરોડ યૂરો ટેક્સની માંગ કરી હતી પણ આ મામલે 73 લાખ યૂરોમાં સમજાવટ પતી હતી.

ABOUT THE AUTHOR

...view details