ઓલમ્પિક રજત પદક વિજેતા પી.વી.સિંધુએ રવિવારના રોજ BWF બૈડમિંટન વિશ્વ ચેમ્પિયનશિપ 2019ના ફાઈનલમાં દુનિયાની ચોથા નંબરની ખેલાડી જાપાનની નોજોમી ઓકુહારાને હરાવીને ચૈમ્પિયનશિપમાં પ્રથમ વખત સુવર્ણ પદક જીત્યો છે. જે ભારત માટે ગર્વની વાત છે.
વર્ષ 2017 અને 2018માં રજત પદક તથા 2013 અને 2014માં કાસ્ય પદક જીતી ચુકી સિંધુએ પહેલી ગેમમાં સારી શરુઆત કરીને 5-1ની સરસાઈ બનાવી લીધી હતી. ભારતીય ખિલાડી તેના પછી 12-2 થી આગળ રહી હતી. સિંધુએ તેની મહેનતને પાછળ થવા દીધી નહોતી અને 16-2ની લીડ લઈને 21-7 થી પ્રથમ ગેમ જીતી લીધી. સિંધુએ 16 મિનિટમાં જ પ્રથમ ગેમ પોતાના નામે કરી.
બીજા સ્ટેજમાં સિંધુએ 2-0ની સરસાઈથી પોતાની શુરુઆત કરીને થોડી જ મિનિટોમાં 8-2ની લીડ નિશ્ચિત કરી લીધી. ઓલમ્પિક પદક વિજેતા ભારતીય ખેલાડીએ આગળ પણ પોતાની ખેલ આક્રમક બનાવીને અંક મેળવવાનું જારી રાખ્યું. સિંધુએ મુકાબલામાં 14-4ની શાનદાર સરસાઈ બનાવી. તેના પછી લગાતાર અંક લેવાની સાથે 21-7 થી ગેમ જીતીને BWF બૈડમિંટન વિશ્વ ચૈમ્પિયનશિપમાં પ્રથમ વાર જીત મેળવીને સુવર્ણ પદક પોતાના નામે કર્યો.
આ પહેલા વર્લ્ડ રૈંકિંગમાં 5માં સ્થાન પર સ્થિત સિંધુઓ સેમિફાઇનલમાં વર્લ્ડ નંબર ચીનની ચેન યૂ ફેઈને સીધા સેટોંમાં 21-7,21-14થી પરાજય કરી હતી, આ મુકાબલો 40 મિનિટ સુધી ચાલ્યો હતો.