પુરી બેઠકને BJDનો ગઢ માનવામાં આવે છે. 1998 બાદ તમામ ચૂંટણીમાં BJDએ જીત હાંસલ કરી છે. 2009માં અહીં BJDના પિનાકી મિશ્રાએ ચૂંટણી જીતી હતી. 2014 માં મોદી લહેરમાં પણ BJD આ બેઠક પર જીત મેળવવામાં સફળ રહી હતી. પિનાકી મિશ્રાને 55.33% મત મળ્યા હતા. જ્યારે બીજા નંબર પર રહેલી કોંગ્રેસને 25% તો ત્રીજા નંબરે રહેલી BJPને 20.76% મત મળ્યા હતા.
હાઈપ્રોફાઈલ બેઠક: પુરી બેઠક આ વખતે ખૂબ ચર્ચામાં રહી, પાર્ટી પ્રવક્તાઓની ટક્કર - congress
ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી 2019 મુજબ ઓડિશાની પુરી બેઠક ચર્ચાસ્પદ રહી છે. અહીં ત્રીજા તબક્કામાં મતદાન થઈ ગયું છે. આ પુરી લોકસભા એવી બેઠક છે જ્યા ત્રણ રાજકીય પાર્ટીઓના પ્રવક્તાઓ વચ્ચે સામ સામે જંગ જામ્યો છે. ત્રીજા તબક્કાના મતદાન મુજબ પુરી લોકસભા બેઠક પર મંગળવાર (23 એપ્રિલ) ના રોજ મતદાન થયું હતું. BJP પ્રવક્તા સંબિત પાત્રા આ વખતે પુરીથી ચૂંટણી લડી રહ્યા છે. તો આ તરફ પાત્રાની સામે ચૂંટણી મેદાનમાં સાંસદ પિનાકી મિશ્રા છે જે BJD ના પ્રવક્તા છે. કોંગ્રેસે પણ પ્રવક્તા સત્યપ્રકાશ નાયકને મેદાને ઉતાર્યા છે.
design photo
ચૂંટણી દરમિયાન મતદાતાઓને લલચાવવા માટે ઉમેદવારોના અલગ-અલગ રંગો દેખાયા હતા. સંબિત પાત્રા પ્રચાર કરવા માટે ઘરેથી ધોતી કુર્તા સાથે ઓડિયા ગમછો ઘારણ કરીને નીકળ્યા હતા અને માથા પર ચંદનનું તિલક પણ કર્યું હતુ. કેટલીયે વખત તેઓએ જાહેર તળાવમાં ડૂબકી લગાવી અને ગ્રામજનોના ઘરે નાસ્તો કરતા પણ નજરે પડ્યા હતાં.