ગુજરાત

gujarat

By

Published : Apr 1, 2020, 12:04 AM IST

ETV Bharat / bharat

કોરોના સામે લડાઇ: પંજાબમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓનો કાર્યકાળ વધાર્યો

પંજાબ સરકારે કોરોના વાયરસ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. તેના અનુસાર, રાજ્યમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓનો કાર્યકાળ વધારવામાં આવી છે. આ સિવાય આરોગ્ય વિભાગના કર્મચારીઓને હવે કર્ફ્યુ દરમિયાન પાસની જરૂર રહેશે નહીં.

etv Bharat
કોરોના સામે લડાઇ: પંજાબમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓનો કાર્યકાળ વધાર્યો

ચંડીગઢ: આખો દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. ત્યારે આ જ ક્રમમાં પંજાબ સરકારે કેટલીક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત રાજ્યમાં નિવૃત્ત થયેલા પોલીસ કર્મચારીઓનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો છે. સાથે રાજ્યના આરોગ્ય કર્મચારીઓને કર્ફ્યુ દરમિયાન પાસની જરૂર રહેશે નહીં.

પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે મંગળવારે આ માર્ગદર્શિકા વિશે માહિતી આપી હતી અને વીડિયો કોફ્રેન્સ દ્વારા આરોગ્ય કર્મચારીઓ સાથે વાત કરી હતી.

અમરિંદરસિંહે સૂચનામાં જણાવ્યું હતું કે બેંકો, એટીએમ, પોસ્ટઓફિસ આખા અઠવાડિયા સુધી ખુલી રહેશે. આ સિવાય કર્ફ્યુ 31 માર્ચથી વધારીને 14 એપ્રિલ સુધી કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે જે પોલીસકર્મીઓ નિવૃત થવાના છે. તે પોલીસકર્મીઓનો કાર્યકાળ કોરોના સામે લડવા માટે વધારી દેવામાં આવ્યો છે

ABOUT THE AUTHOR

...view details