ચંદીગઢઃ આ મહિને પંજાબના પટિયાલા શહેરમાં કરફ્યૂ પાસ દેખાડવાની બાબતને લઇને નિહંગોના એક સમૂહે પંજાબ પોલીસના SI હરજીત સિંહનો હથેળીથી હાથ કાપી નાખ્યો હતો. જેના તમામ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. PGI ચંદીગઢમાં ઘણા કલાકો સુધી ચાલેલી સર્જરી બાદ તેમના હાથને જોડી દેવામાં આવ્યો છે. તેમને ગુરુવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. પંજાબના DGP દિનકર ગુપ્તાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, હરજીત સિંહના પુત્રને પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યો છે.
પંજાબઃ નિહંગાએ કાપ્યો હતો હાથ, હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇને ઘરે પહોંચ્યા SI હરજીત સિંહ
PGI ચંદીગઢમાં ઘણા કલાકો ચાલેલી સર્જરી બાદ તેમના હાથને જોડી દેવામાં આવ્યો છે. ગુરુવારે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. પંજાબના DGP દિનકર ગુપ્તાએ ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે.
DGPએ ટ્વીટ કર્યું, વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ આપવા માટે PGIના ડાયરેક્ટર અને તેમની ટીમનો આભાર. અમારા વૉરિયર SI હરજીત સિંહ આજે ઘર જવા માટે નિકળી ગયા છે. તમારા તમામના સમર્થન અને પ્રાથનાઓ માટે આભાર. અમે તમારી સેવા અને સમર્થન શરૂ રાખશું. જય હિન્દ.
DGPએ આગળ લખ્યું કે, SI હરજીત સિંહના પુત્ર અર્શપ્રીત સિંહને પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે અને તેમને ઓપોઈન્ટમેન્ટ લેટર આપતા ખૂબ ખુશી થઇ રહીં છે. મને વિશ્વાસ છે કે, તે પણ પોતાના પિતાની જેમ બહાદૂરી અને નિષ્ઠાથી પંજાબના લોકોની સેવા કરશે. તેમને ખૂબ સારી શુભકામનાઓ.