કરણ ચૌટાલાનો મોદી પર પ્રહાર, કહ્યું ક્યારે 1ની બદલે 10 માથા લાવશે મોદી
હરિયાણાઃ પુલવામા આતંકી હુમલામાં શહિદ જવાનોનુ દર્દ દેશવાસીઓ હજુ ભુલ્યા પણ નથી અને બીજી બાજુ નેતાઓની રાજનીતિ શરુ થઈ ગઈ છે. કરણ ચૌટાલાએ આતંકી હુમલાને લઈને મોદીને આડે હાથ લીધા હતા, તેમણે કહ્યું, "ક્યારે 1ની બદલે 10 માથા લાવશે PM મોદી" તેમણે કહ્યું કે, સમગ્ર દેશ અને જવાનો તમામ શહિદોની શહાદત ભૂલ્યા નથી તેમને મોકો મળશે તો તેઓ આતંકનો ખાત્મો કરી ને જ રાહત અનુભવ કરશે.
જુઓ વિડિયો
INLD સુપ્રીમો કરણ ચૌટાલાએ કહ્યું કે, પૂર્વ મંત્રી મોહમ્મદ ઈલિયાસ જ નહી બીજા ઘણા નેતાઓ પાર્ટી છોડતા રહ્યા છે. INLD કાર્યક્રતાઓની પાર્ટી છે અને હું પણ INLDનો કાર્યક્રતા જ છું. ગઠબંધન વિષે પુછાતા તેમણે કહ્યું કે આ વાત તેમના કાર્યક્ષેત્રના બહારની છે.