ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુલવામા હુમલો: JKની સ્થિતિ પર વિચાર કરવા આજે CCSની બેઠક

નવી દિલ્હી: જમ્મુ- કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર વિચાર કરવા માટે કેન્દ્રીય મંત્રીમંડળની સુરક્ષા બાબતોની સમિતિની આજે બેઠક થઇ શકે છે. ગુરુવારે પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આત્મધાતી હુમલાને લઇ આજે આ બેઠક બોલાવવામાં આવી છે.

By

Published : Feb 15, 2019, 8:54 AM IST

file

મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે આ બેઠક થઇ શકે છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે આતંકવાદીઓએ પોતાના નાપાક ઇરાદાઓને અંજામ આપ્યો હતો. CRPFના કાફલા પર IED બ્લાસ્ટ કરીને તેમણે પોતાની શર્મજનક કરતુતોને અંજામ આપ્યો હતો.

જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર વિચાર માટે શુક્રવારે આ બેઠક થઇ શકે છે. આ હુમલામાં કુલ 42 CRPFના જવાનો શહીદ થયા છે. આ બેઠકમાં રક્ષાપ્રધાન, ગૃહ પ્રધાન, વિદેશ પ્રધાન અને નાણાપ્રધાન આ બેઠકમાં શામેલ થઇ શકે છે.

જૈશ-એ-મહોમ્મદના આત્મઘાતી હુમલાવરોએ જમ્મુ-કાશ્મીરના CRPFના કાફલા થી પોતાનો વિસ્ફોટ ભરેલો ટ્રક અથડાવી દીધો હતો. હાલના વર્ષોમાં થયેલા આંતકવાદી હુમલાઓમાંથી સૌથી ભિષણ આત્મઘાતી હુમલો છે.

ABOUT THE AUTHOR

...view details