તમને જણાવી દઇએ કે, પુલવામાના આત્મઘાતી હુમલામાં જે ફિડિયન કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં 200 કિલોથી વધુ વિસ્ફોટક પદાર્થો હતા. આ હુમલો 3:37 મિનટે જમ્મુ-કશ્મીરનાં પુલવાના અવંતીપુરમાં થયો હતો. જ્યારે CRPFનાં જવાનોની 54વી બટાલિયન અંદાજીત 3:30 વાગ્યે લાતૂ રસ્તા પરથી પસાર થઇ રહી હતી. CRPFના જવાનો શ્રીનગરથી પુલવા જઇ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, વિસ્ફોટકોથી ભરેલી ગાડી જવાનોની બસ સાથે અથડાય હતી. જેનાથી વિસ્ફોટ થયો અને તેનો અવાજ અંદાજીત 5 કિલોમીટર દૂર સાંભળ્યો હતો. આ બનાવ પછી જમ્મુ-શ્રીનગર હાઇવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.