જનતાએ કાયદો લીધો હાથમાં...ભુવનેશ્વરમાં લોકોએ સરકારી વાહનોને રોકી ગાડીઓના ડોક્યુમેન્ટ્સ કર્યા ચેક - HARIYANA
ભુવનેશ્વર: મોટર વિહીકલ એક્ટને લઇને ભારત ભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે અંબાલામાં જાહેર જનતાએ રસ્તાઓ પર હંગામો કર્યો હતો. જેને લઇને પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.
નવા મોટર વિહીકલ અધિનિયમની સખત અમલવારી અને લોકો પર કરવામાં આવેલા ભારે દંડથી નારાજ લોકોએ તમામ સરકારી વાહનોને પોતાનું ફિટનેસ સર્ટિફિકેટ, રૂટ પરમિટ, નોંધણી અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર દર્શાવવાનું કહ્યું હતું. કેટલાક સરકારી વાહનોના ડ્રાઇવરો રોષે ભરાયેલા લોકોથી બચવા સ્થળ છોડી નાશી ગયા હતાં. ભુવનેશ્વરના રાજમહેલ ચોકમાં સ્થાનિકોના વિરોધને પગલે વિસ્તારમાં તણાવ છવાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ વિરોધ કરી રહેલા ટોળાને વિખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. છેલ્લા અહેવાલો અનુસાર, પરિસ્થીતી નિયંત્રણ હેઠળ છે.