બિહારમાં 107ના બાળકોના મોત બાદ નીતીશ કુમારનો વિરોધ, ગો બેકના નારા લગાવ્યા - bihar
પટના: બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે મંગળવારે મુઝફ્ફરપુરની મુલાકાત લીધી હતી. જ્યાં એક્યૂટ ઈન્સેફલાઈટિસ સિન્ડ્રોમ (AES)થી અત્યાર સુધી 107 બાળકોના મોત થયા છે. જિલ્લા સ્વાસ્થય વિભાગના એક અધિકારીએ કહ્યું કે, નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીની સાથે નીતિશ કુમારે સરકારી શ્રી કૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (HKMCH)ની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પોતાની સારવાર કરી રહેલા બાળકો અને તેમના પરિવારો સાથે સાથે મુલાકાત કરી હતી.
બિહારમાં ચીમકી તાવથી 107ના મોત, નીતીશ મુઝફ્ફરપુરની મુલાકાતે લાગ્યા ગો બેકના નારા
કુલ 107 મૃતકોમાંથી SKMCHમાં 88 અને પ્રાઈવેટ કેજરીવાલ હોસ્પીટલમાં 19 બાળકોના મોત થયા છે. બંને હોસ્પિટલમાંથી ASEના લક્ષણો વાળા ગંભીર રૂપથી બિમાર લગભગ 100 બાળકોની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થય પ્રધાન હર્ષવર્ધને રવિવારે SKMCHની મુલાકાત લીધી હતી.