પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો દુષ્કર્મની આ ઘટના બાંદીપોરા જિલ્લાના સુંબલ વિસ્તારમાં ઘટી છે. આ ઘટનામાં 20 વર્ષિય આરોપીની ધરપકડ કરી લીધી છે. જે સ્થાનિક યુવક બતાવામાં આવી રહ્યો છે.
જમ્મુ કાશ્મીર: ત્રણ વર્ષની માસૂમ પર દુષ્કર્મ, ઠેર ઠેર પ્રદર્શન - child rape
ન્યૂઝ ડેસ્ક: હાલમાં રાજસ્થાનના અલવરમાં એક દલિત મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના હજુ શાંત થઈ નથી ત્યાં જમ્મુ કાશ્મીરમાં એક નાની માસૂમ ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર પ્રદર્શનો અને વિરોધ ચાલી રહ્યો છે.
spot
આ ઘટનાના કારણે લોકોમાં ખાસ્સો ગુસ્સો જોવા મળી રહ્યો છે જેને લઈ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. લોકોએ રેપિસ્ટને ફાંસીની સજા આપવાની વાત કરી રહ્યા છે. જેને લઈ સોમવારે શ્રીનગર બારામૂલા હાઈવે પર સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ ઘટનામાં પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના 8 મેની છે. આ ઘટના બાદ તુરંત જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તે હાલ કસ્ટડીમાં છે.આ ઘટનાને લઈ એક ઈન્વેસ્ટીગેશન ટીમ પણ બનાવવામાં આવી છે. પોલીસે લોકોને શાંત રહેવા અપિલ કરી છે.