ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAAનો ઉગ્ર વિરોધ, કેરળમાં યૂથ વિંગની ટોચ રેલી, UPમાં 15ના મોત, 705ની ધરપકડ - CAA અને NRCનો વિરોધ

નવી દિલ્હી: નાગરિકતા સુધારા કાયદાનો દેશભરમાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. દેશમાં અલગ અલગ વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. ઉત્તર પ્રદેશમાં 15ના મોત થયા છે. વિરોધ પ્રદર્શનમાં 705 લોકની ધરપકડ કરવામાં આવી છે.

protest against citizenship amendment act in West Bengal
protest against citizenship amendment act in West Bengal

By

Published : Dec 21, 2019, 11:51 PM IST

Updated : Dec 22, 2019, 8:55 AM IST

કેરળના તિરુવનંતપુરમમાં લેફ્ટ પાર્ટીની યૂથ વિંગે CAAની વિરુદ્ધ ટોચ રેલીનું આયોજન કર્યું હતું. વિરાધ કરી રહેલા પ્રદર્શનકારીઓના હાથોમાં મશાલ લઇને માર્ચ કાઢી હતી.

કેરળમાં યૂથ વિંગની ટોચ રેલી

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદની પોલીસે અટકાયત કરી હતી. જે બાદ ચંદ્રશેખરને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વિદ્યાર્થીઓએ CAA વિરૂદ્ધ રેલી કાઢી હતી. જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ CAA અને NRCના વિરોધમાં રેલી કાઢી હતી.

યુપીના મેરઠમાં CAA અને NRC વિરૂદ્ધ થયેલી હિંસા બાદ પોલીસે જિલ્લામાં 500 લોકોના ટોળા સામે કેસ નોંધ્યો છે. આ ઘટનામાં સંડોવાયેલા 27 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા હિંસક પ્રદર્શનમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે.

મેરઠમાં નાગરિકતા સુધારા અધિનિયમ(CAA)ના હિંસક વિરોધ બાદ શનિવારે જિલ્લામાં શાંતિ છે. મેરઠ રેન્જના IG આલોકસિંહે કહ્યું કે, શુક્રવારની ઘટના બાદ શનિવારે પરિસ્થિતિ કાબુમાં છે. સમગ્ર રેન્જમાં અત્યાર સુધીમાં 102 ધરપકડ કરવામાં આવી છે. વિરોધ કરનારાઓને વીડિયો અને ફોટા દ્વારા ઓળખ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મેરઠ રેન્જમાં શાંતિ છે. જ્યારે કાવતરાખોરો અંગે તપાસ ચાલી રહી છે.

યુપીના રામપુરમાં CAA અને NRCનો વિરોધ શરૂ થઈ ગયો છે. પોલીસ અધિકારીઓ સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

રામપુરમાં CAA અને NRCનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જે બાદ પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

નાગરિકતા સુધારા અધિનિયમ પર રાજનીતિ કરી રહેલા લોકો અને તેની સાથે જોડાયેલા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં કોંગ્રેસના નેતા એમ. ઓ. ઝફર અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે દરમિયાન એક પોલીસ જવાને તેના પર લાકડી વરસાવી હતી. લાઠીચાર્જથી બચવા કોંગ્રેસ નેતા ઝફર ત્યાથી જીવ બચાવી નાસી છુટ્યો હતો.

Last Updated : Dec 22, 2019, 8:55 AM IST

ABOUT THE AUTHOR

...view details