અમેરીકન પૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ કોન્ડોલિઝા રાઇસે સોમવારે નિવેદન આપ્યું હતું કે વિશ્વમાં લઘુમતી સમુદાયની હાલત ચિંતાજનક છે. નવી દિલ્હીમાં યોજાયેલી યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ (USISPF)ના બીજા વાર્ષિક સમ્મેલનમાં ચર્ચા કરતા રાઇસે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિશ્વમાં લઘુમતી સમુદાયની દુર્દશા એ એક ગંભીર સમસ્યા બની રહી છે અને તેમના હિતોનું રક્ષણ કરવું એ મોટો પડકાર બની ગયો છે. રાઇસે સાવચેત કરતા જણાવ્યું કે દરેક નેતા વાકેફ રહે કે જો આ સમસ્યાનો ઉકેલ નહીં મળે તો તમામ લોકોને તેની માઠી અસર થશે. અમેરીકાના ટોચના ભૂતપૂર્વ રાજદ્વારીઓએ રાજ્યની નીતિઓને ધર્મથી અલગ કરવાની હિમાયત કરી હતી. ધર્મના નામે લોકો એકબીજાના ગળા કાપવા તત્પર થઇ જાય તેનાથી વધુ ભાવનાત્મક અને ખતરનાક બીજુ કંઇ ન હોય શકે.
લઘુમતી સમુદાયનું રક્ષણ એક ગંભીર સમસ્યા: કોન્ડોલિઝા રાઇસનવી
દિલ્હી: બધાં જ દેશો માટે તેના તમામ નાગરિકો એકસમાન છે, પણ હવે એવું લાગે છે કે પરિસ્થિતિ બદલાઈ રહી છે. સમાજમાં એવા અનેક મુદ્દા છે જેની ચર્ચા દરરોજ કરી શકાય તેમ છે. ધાર્મિક બાબતો પર ચર્ચા કરતી વખતે લોકો એકબીજાની લાગણી આહત કરે છે ત્યારે તેનાથી વધુ જોખમી કંઇ જ નથી તેમ અમેરીકાના ભૂતપૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ કોન્ડોલિઝા રાઇસનું કહેવું છે.
એક સમયે રૂઢીચુસ્ત રાષ્ટ્રવાદ અને પ્રભાવશાળી પ્રવચનોના આધાર પર બનેલા નેતાઓની સરમુખ ત્યારશાહીનો ઉદય થતો વિશ્વએ જોયો છે, ત્યારે રાઇસે પણ લોકશાહીની હિમાયત કરી હતી. "લોકશાહીનો એક મોટો ફાયદો એ છે કે લોકોના અવાજ દ્વારા શાસન અને નીતિમાં પરિવર્તન લાવી શકાય છે. સરમુખત્યારશાહી શાસકો નીતિ ઝડપથી બનાવી શકે છે પરંતુ તેઓ દીર્ઘદ્રષ્ટી વગર ખોટી નીતિ પણ બનાવી શકે છે", તેમ રાઇસે રશિયા અને ચીનના નિવેદનોના સંદર્ભમાં જણાવ્યું હતું.
હાલમાં ધાર્મિક મતભેદો ભૂલીને તમામ દેશોએ અર્થ વ્યવસ્થા સુધારવા પર ધ્યાન આપવું જોઇએ. સંકુચીત વિચારસરણીમાંથી બહાર નીકળીને લોકોએ વિકાસ અને પારસ્પરીક વ્યાપારીક સંબંધો મજબૂત કરવા પર ધ્યાન આપવાની જરૂર છે. યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ (USISPF) સંમેલનમાં તેના પ્રમુખ ડૉ. મુકેશ આઘીએ આ વર્ષે ખાનગી ક્ષેત્રોના 300 જેટલા અધિકારીઓ અને ભારત સરકારના પ્રધાનો જેવા કે વિદેશ પ્રધાન ડૉ. એસ જયશંકર, પેટ્રોલીયમ અને નેચરલ ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, રેલવે પ્રધાન પીયુષ ગોયલ સહીત ટોચના અમેરીકી પ્રમુખોને હાજર રહેવા અમંત્રીત કર્યા હતા.