આંતરરાષ્ટીય કુલ્લૂ દશેરા ઉત્સવ ભારતીય વોલીબોલ રમતમાં પ્રથમ આવનાર ટીમને 61 હજારનુ ઇનામ આપશે. ઉપવિજેતા ટીમને 51 હજાર સાથે ટ્રોફી પણ આપવામાં આવશે. બીજી રમતોમાં ખેલકુદમાં વોલીબોલ, કબડ્ડી, રસ્સા ખેચની પણ રેસ થશે. આ રમતોમાં કુલ્લૂ જીલ્લાના જ ખેલાડી ભાગ લઇ શકશે. ગ્રામીણ ખેલકુદ રમતમાં મહીલા અને પુરુષ કબડ્ડીમાં પ્રથમ ઇનામ 35,000, બીજુ ઇનામ 25,000 અને ટ્રોફી આપવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય કુલ્લૂ દશેરા ઉત્સવમાં ઇનામ વિતરણનું આયોજન - સ્પોર્ટસ ન્યુઝ
કુલ્લૂ: આંતરરાષ્ટીય કુલ્લૂ દશેરા ઉત્સવને આકર્ષિત કરવા માટે આ વર્ષે ઘણી નવી રમતોને સામેેલ કરવામાં આવી હતી. આ વર્ષે કુલ્લૂ દશેરા ઉત્સવમાં વિજેતા ટીમ પર ધન વર્ષાવવામાં આવશે. જેમાં પ્રથમ વાર મહિલા પહેલવાન પણ કરતબ દર્શાવશે. 9થી 11 ઓક્ટોબર સુધી અલગ-અલગ રમતો યોજવામા આવશે. જેમાં 7100થી 61,000 સુધીનુ ઇનામ આપવામા આવશે.
આંતરરાષ્ટ્રીય કુલ્લૂ દશેરા ઉત્સવમાં ઇનામ વિતરણનું આયોજન
વોલીબોલમાં પુરુષોને પ્રથમ ઇનામ 35,000 અને ટ્રોફી, બીજૂ ઇનામ 25,000 અને ટ્રોફી, મહીલા રસ્સા ખેચ પ્રથમ સ્થાને આવનાર ટીમને 11,000 અને બીજા નંબર પર આવનારને 7100 આપવામાં આવશે. ગ્રામીણ રમતમાં ભાગ લેનારા ખેલાડીઓને ગૌરવ સિંહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આધાર કાર્ડ સાથે લઈ આવવુ જે પણ ટીમને ભાગ લેવાનો હોય તે 5 ઓક્ટોમ્બર સુધીમાં રમત અધીકારીની ઓફીશમાં જમા કરાવે. ત્યાર બાદ કોઈ પણ ટીમને પ્રવેશ આપવામા આવશે નહીં.