છેલ્લી લોકસભાના પરીણામોને જોતા આગામી લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ UPમાં પ્રચાર કરવામાં કોઇ પણ કમી રાખવા માંગતા નથી. જેને લઇને કોંગ્રેસ UPમાં એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેને લઇને પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના ટોંચના નેતાઓેએ સોમવારે રોડ શો કર્યો હતો.
પ્રિયંકાને 41 અને જ્યો્તિરાદિત્યને 39 સીટોની કમાન મળી - seat
લખનઉ : કોંગ્રેસ આગામી લોકસભામાં UPને લઇને જાગૃત થઇ છે. UPની લોકસભા સીટોની જવાબદારીને બે હિસ્સામાં વહેંચી દીધી છે. પશ્ચિમી ઉતર પ્રદેશમાં 39 સીટોની જવાબદારી જ્યોતિરાદિત્ય સિંધિંયા અને UPની 41 સીટોની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી છે.
સ્પોર્ટ ફોટો
એવુ માનવામાં આવે છે કે કેંન્દ્રમાં સરકાર બનાવવાનો માર્ગ UPથી શરૂ થાય છે. તમને જણાવી દઇએ કે લોકસભામાં સૌથી વધુ સીટો UPમાં જ છે. જેથી રાજકીય પાર્ટીઓ UP પર ખાસ ધ્યાન આપે છે. આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ UPમાં ગઠબંધન વિના ચૂંટણી લડી શકે છે. UPની તમામ 80 સીટો પર તે તેના ઉમેદવારને ઊતારશે.