ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાર્ટી કહેશે તો જરૂર ચૂંટણી લડીશ: પ્રિયંકા ગાંધી - lok sabha election

લખનઉ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અમેઠીમાં બૂથ કાર્યકર્તાઓ અને લોકો સાથે વાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને આડે હાશે લેતા કહ્યું કે, કેટલાંક લોકો માત્ર ચૂંટણી માટે અમેઠી આવે છે અને 4 કલાકમાં જતા રહે છે. અમેઠી અમારું ઘર અને પરિવાર છે. પ્રિયંકા ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યું કે આ વખતે સમગ્ર દેશમાં પ્રચાર માટે જવાનું છે, તેથી અમેઠીમાં વધુ સમય ન આપી શકી.

ફાઈલ ફોટો

By

Published : Mar 28, 2019, 8:39 AM IST

કોંગ્રેસ મહાસચિવ પ્રયંકા ગાંધીએ, વર્ષ 2022ની તરફ ઈશારો કરતા, એમેઢીમાં કાર્યકર્તાઓને સવાલ કર્યો કે, 2022 ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી તૈયારીઓ કેવી ચાલી રહી છે. પ્રિયંકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, તમે ચૂંટણી લડશો, તો તેમણે કહ્યું કે પાર્ટી કહશે તો જરૂર ચૂંટણી લડશી.

પોતાના ભાઇ રાહુલ ગાંધીના મત વિસ્તારમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ પક્ષના કાર્યકરોને ભાજપની જુમલાબાજી અંગે લોકોને જાણ કરવા હાકલ કરી હતી અને કાર્યકરોને છેક આંતરિયાળ ગામડાઓમાં જઇ લોકોને આ વાત સમજાવવા કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આજે પ્રિંયંકા ગાંધી રાયબરેલી જશે અને 29 માર્ચે અયોધ્યામા રોડ શો કરશે. પ્રિયંકા ગાંધી વાડ્રા અયોધ્યામાં હનુમાનગઢીમાં પૂજા અર્ચના પણ કરશે.


ABOUT THE AUTHOR

...view details